વેક્સિનની સૌથી મોટી લાપરવાહી, સીરીંજમાં વેક્સિન ભર્યા વગર જ યુવકને આપી દીધો ખાલી ડોઝ, જુઓ વીડિયો

દેશભરમાં કોરોના સામે રક્ષણ મેળવવા માટે વેક્સિનેશન પુરજોશમાં શરૂ થઇ ગયું છે. દેશના મોટાભાગના રાજ્યોમાં વેક્સિનેશનની પ્રક્રિયા ખુબ જ ઝડપી ચાલી રહી છે. વળી હવે 18 વર્ષથી ઉપરના લોકોને પણ વેક્સિન મળી રહી છે જેના કારણે યુવાનો પણ મોટા પ્રમાણમાં વેક્સિન લગાવી રહ્યા છે. પરંતુ આ દરમિયાન વેક્સિનેશનમાં પણ ઘણી લાપરવાહીના કિસ્સાઓ સામે આવતા રહે છે.

હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં વેક્સિન લેવા માટે આવેલા યુવકને વેક્સિનની જગ્યાએ ખાલી હવા વાળું ઇન્જેક્શન લગાવી દેવામાં આવે છે. વેક્સિનેશનને લઈને આ સૌથી મોટી લાપરવાહી સામે આવી રહી છે. જેને લઈને ખુબ જ મોટો હોબાળો પણ મચ્યો છે.

આ વાયરલ વીડિયો બિહારના સારણનો જણાવવામાં આવી રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ વેક્સિન લેવાં માટે બેઠો છે. મહિલા સ્વાસ્થ્યકર્મી રેપર ફાડી અને સિરીંજ બહાર કાઢે છે. અને તેમાં વેક્સિનનો ડોઝ ભર્યા વગર જ ખાલી સિરીંજ વ્યક્તિને લગાવી દે છે. જયારે યુવકને વેક્સિન લાગી રહી હતી ત્યારે તેનો એક મિત્ર વીડિયો બનાવી રહ્યો હતો. આ સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઇ ગઈ છે. જે હાલ વાયરલ પણ થઇ રહી છે.

આ લાપરવાહીનો વીડિયો જિલ્લા પ્રતિરક્ષણ અધિકારી ડો. અજય કુમાર પાસે પણ પહોંચ્યો તેમને મીડિયાને જણાવ્યું કે “વીડિયોની જાણકારી મારી પાસે આવી છે. લાપરવાહી ઉપર સંજ્ઞાન લેતા નર્સ ચંદા કુમારીને તત્કાલ પ્રભાવથી ડ્યુટી ઉપરથી હટાવી દેવામાં આવી છે. સાથે જ તેમની પાસે આવનારા 48 કલાકની અંદર સ્પષ્ટીકરણ પણ માંગવામાં આવ્યું છે.”

Niraj Patel