હોમવર્ક ન કરવા પર હેવાન બન્યો ટીચર, મારી-મારીને લીધો 6 વર્ષના વિદ્યાર્થીનો જીવ, સ્કૂલ બહાર બેહોંશ હાલતમાં મળ્યો હતો બાળક

શિક્ષક વિકાસ સિંહે 6 વર્ષના માસુમ વિદ્યાર્થીને મારી મારીને મારી નાખ્યો, ચહેરા પર એવું દેખાયું કે પોલીસ પણ ચોંકી ઉઠી

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર મોતના ચોંકાવનારા કિસ્સા સામે આવે છે, હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો જેમાં હોમવર્ક ન કરવાને કારણે એક શિક્ષકે વિદ્યાર્થીને એટલો માર માર્યો કે તેનું મોત થઈ ગયું. આ બિહારના ગયાનો કિસ્સો છે. શાળાની આ જ હોસ્ટેલમાં રહેતો 6 વર્ષનો બાળક ત્રીજા ધોરણમાં ભણતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, બાળક બુધવારે સ્કૂલના ગેટની બહાર બેભાન હાલતમાં પડેલો મળ્યો હતો. તેનો આખો ચહેરો સૂજી ગયો હતો. તેના નાકમાંથી લોહી વહેતું હતું. યુનિફોર્મ પણ ફાટેલો હતો.

હોસ્પિટલ લઈ જતા રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું. મૃતક વજીરગંજ-ફતેહપુર રોડ પર બાધી બીઘા ગામ પાસે લિટલ લીડર્સ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. તેનું ઘર સ્કૂલથી 3 કિમી દૂર હતું, તેથી પરિવારે તેને સ્કૂલની હોસ્ટેલમાં રાખ્યો હતો. બાળકના મોત બાદ પરિવારજનોએ શાળાની બહાર હોબાળો મચાવ્યો હતો. આ પછી પોલીસે બુધવારે સાંજે સ્કૂલ ડાયરેક્ટર વિકાસ સિંહની ધરપકડ કરી હતી અને 302 હેઠળ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. બાળકના મોત બાદ શાળાને પણ બંધ કરી દેવામાં આવી.

તમામ બાળકોને હોસ્ટેલમાંથી ઘરે મોકલી દેવામાં આવ્યા. બાળકના દાદા રામબાલક પ્રસાદે શાળા પર બાળક પર હુમલો અને હત્યાનો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું, અગાઉ પણ હુમલાની ફરિયાદ કરી હતી, પરંતુ શાળાના લોકોએ કહ્યું હતું કે હવે આવું નહીં થાય. તે પછી બધું બરાબર હતું. દાદાએ જણાવ્યું કે તેમના પૌત્ર વિવેક કુમારને શિક્ષક વિકાસ કુમાર સિંહે માર માર્યો અને શાળાની બહાર ફેંકી દીધો, ત્યારબાદ તે શાળાની બહાર કેટલાક અંતરે કલાકો સુધી બેભાન પડી રહ્યો.

તેમણે કહ્યું, ‘તે દરમિયાન મારા ગામ ઉખાડાનો રહેવાસી બંટી રાજવંશી તે જ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. જ્યારે તેણે વિવેકને રસ્તાની બાજુમાં જોયો ત્યારે તેણે તેને ઉપાડ્યો અને ઘરે લઈ આવ્યો. અમે તેને શાળાએ અને પછી પોલીસ સ્ટેશન લઈ ગયા, પરંતુ પોલીસે તેને પહેલા તેની સારવાર કરાવવાનું કહ્યું. પછી તેને ગયા રેફર કરવામાં આવ્યો, રસ્તામાં તેનું મોત થઇ ગયું હતુ. વજીરગંજ સીએચસીના ડો.રવિશંકર કુમારે જણાવ્યું કે

પ્રતિકાત્મક તસવીર

વિવેક બેભાન અવસ્થામાં અમારી પાસે આવ્યો હતો. શરીરનો ઉપરનો ભાગ સંપૂર્ણ રીતે સૂજી ગયો હતો, બહાર પણ સારવાર લેવાનું તેના પરિવારજનોએ જણાવ્યું હતું. પ્રાથમિક સારવાર બાદ તેને તાત્કાલિક ANMCHમાં રિફર કરવામાં આવ્યો હતો. એસએચઓ રમેકબલ પ્રસાદ યાદવે કહ્યું કે પીડિત પરિવારે બાળક પર નિર્દયતાથી માર મારવાનો આરોપ લગાવ્યો છે.

Shah Jina