ખબર

ખુશી ફેરવાઈ ગઈ માતમમાં, બહેનો પાસે રાખડી બંધાવ્યા બાદ થોડા જ દિવસમાં જવાન થયો શહીદ- વાંચો સમગ્ર અહેવાલ

જમ્મુ કાશ્મીરના પુંછમાં પાકિસ્તાન સામે ગોળીબારમાં બિહારનો એક લાલ શહીદ થઇ ગયો છે. આ શહીદનું નામ છે રવિરંજનસિંહ. રવિરંજન સિંહ રોહતાસ જિલ્લા ડેહરિ તાલુકાના ગોપી બિગહાગામનો છે. ગામમાં જેવી રવિરંજન સિંહની શાહિદ થવાની ખબર આવી તેવો જ સન્નાટો છવાઈ ગયો હતો. શહીદ રવિ રંજન સિંહ રામનાથ સિંઘના પુત્ર હતા. જે જમ્મુ કાશ્મીરમાં કૃષ્ણા ઘટી પર હતા. તે આર્મીમાં લાન્સ નાયકના પદ પર હતા. 36 વર્ષીય રવિ રંજનસિંહ થોડા દિવસ પહેલા જ રક્ષાબંધન પર ઘરે આવ્યા હતા. બહેનોએ તેને રાખડી પણ બાંધી હતી. બહેનોને ક્યાં ખબર હતી કે, કદાચ તે તેના ભાઈને છેલ્લી વાર રાખડી બાંધતી હશે.

રક્ષાબંધનના થોડા જ દિવસમાં શહિદ થવાની ખબર આવતા જ માતમ છવાઈ ગયો હતો. રવિ રંજન તેની પાછળ 2 પુત્ર અને 2 પુત્રીની વિલાપ કરતા છોડી ગયા છે.

પરિવારના લોકોએ જણાવ્યું હતું કે, રવિરંજનસિંહ રક્ષાબંધનના તહેવાર પર જ ઘરે આવ્યા હતા. શહીદ જવાનના મોટા ભાઈ સુનિલ કુમાર સિંહ પર સેનાએમાંથી રીટાયર થયા છે. ત્યારે તેના પિતા રામનાથ સિંહ ગામમાં સામાન્ય ખેડૂત છે. શહીદને ચાર બહેનો છે.

Image Source

શહીદ જવાનનો મોટો પુત્ર શશી 1 વર્ષનો, નાનો પુત્ર પિયુષ વર્ષનો અને પુત્રી સપના 5 વર્ષની છે. પરિવારના લોકોએ જણાવ્યું હતું કે, રવિરંજનસિંહ 2002માં સેનામાં ભરતી થયા હતા. પુત્ર શહીદ થવાની ખબર આવતા જ તેની માતાએ હૈયાફાટ રુદન કર્યું હતું. પરિવારના લોકોના રુદનને જોઈને બાળકો વિચારતા થાય હતા કે શું થયું છે.

સમગ્ર મામલાની જાણકરી ગ્રામજનોને મળતા ગામમાં પણ સન્નાટો પ્રસરી ગયો હતો. ગામની આજુબાજુના લોકો શહીદના ઘરની આસપાસ જમા થવા લાગ્યા હતા.

લોકોમાં ચર્ચા થઇ રહી હતી કે, થોડા દિવસ પહેલા જ બહેનો પાસે રાખડી બંધાવીને નોકરી પર પરત ફર્યા હતા. ત્યારે શહિદ થવાની ખબર આવી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks