ડૉક્ટરે બે મિત્રો સાથે નર્સ પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો, નર્સે ડોક્ટરનું પ્રાઇવેટ સર્જિકલ બ્લેડથી કાપી નાખ્યું, જાણો સમગ્ર મામલો

આરોપ છે કે સમસ્તીપુરમાં બુધવારની રાત્રે એક ડૉક્ટરે તેના બે મિત્રો સાથે મળીને હોસ્પિટલની જ એક નર્સ પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના બચાવમાં નર્સે ઓપરેશનમાં વપરાતા બ્લેડથી ડૉક્ટરના ખાનગી અંગને કાપી નાખ્યું હતું. ત્યારબાદ સારવાર માટે તેને સમસ્તીપુર સદર હોસ્પિટલથી DMCH રીફર કરવામાં આવ્યો હતો. આજે પોલીસ કસ્ટડીમાં તેને સમસ્તીપુર સદર હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જ્યાં પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા ડૉક્ટર સંજય કુમાર સંજૂ સહિત ત્રણેય આરોપીઓની તબીબી તપાસ કરવામાં આવી હતી. હવે મુસરીઘરારી થાણાની પોલીસ આરોપીઓને જેલમાં મોકલવાની તૈયારીમાં છે.

આ ઘટના 11 સપ્ટેમ્બરની રાત્રે મુસરીઘરારી થાણા વિસ્તારના ગંગાપુર ક્ષેત્રની એક ખાનગી હોસ્પિટલની છે. જ્યાં ફિઝિયોથેરાપી ચિકિત્સક ડૉ. સંજય કુમાર સંજૂ સહિત ત્રણ લોકો દ્વારા હોસ્પિટલમાં કામ કરતી એક મહિલા કર્મચારી સાથે બળાત્કારનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં પીડિત મહિલાએ ડૉક્ટર સંજયના ખાનગી અંગ પર હુમલો કરીને તેને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. સમસ્તીપુર સદર હોસ્પિટલમાં તબીબી તપાસ દરમિયાન ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં આરોપી ડૉક્ટર સંજય કુમાર સંજૂએ પોતાને નિર્દોષ ગણાવ્યો છે અને રાજકીય ષડયંત્ર હેઠળ ફસાવવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે.

ડૉ. સંજયે જણાવ્યું કે તેની વિરુદ્ધ 2017થી જ અનેક પ્રકારના ષડયંત્રો રચવામાં આવી રહ્યા છે. દલસિંહસરાય અને બછવારા વચ્ચે તેમના પર જીવલેણ હુમલો પણ થયો હતો. આરોપી ડૉક્ટરે જણાવ્યું કે જે મહિલાએ તેમના પર આરોપ લગાવ્યો છે તે મહિલાને તેમણે બે દિવસ પહેલા ખોટું કામ કરતાં રંગે હાથે પકડી લીધી હતી અને આ ગુસ્સામાં તેઓ જનકપુર ચાલ્યા ગયા હતા અને જ્યારે ત્યાંથી પાછા ફર્યા ત્યારે તેમની સાથે આ ઘટના બની હતી.

આરોપ છે કે હોસ્પિટલના સંચાલક ડૉક્ટર સંજય કુમાર સંજૂએ તેના બે સાથીઓ સાથે પહેલા દારૂ પીધો. ત્યારબાદ તેઓ નર્સ સાથે છેડછાડ કરવા લાગ્યા. જ્યારે નર્સે આનો વિરોધ કર્યો ત્યારે ડૉક્ટરે તેની સાથે બળાત્કારનો પ્રયાસ કર્યો. નર્સે પોતાની ઇજ્જત બચાવવા માટે સાહસ દાખવ્યું અને સર્જિકલ બ્લેડથી ડૉક્ટરનું ખાનગી અંગ કાપી નાખ્યું.

ત્યારબાદ નર્સ ત્યાંથી ભાગી તો ડૉક્ટરના બે સાથીઓ તેને પકડવા માટે તેની પાછળ દોડ્યા. નર્સે પોતાના ફોનથી ડાયલ 112 પર કૉલ કરીને આની જાણકારી આપી. એસપી વિનય તિવારીના નિર્દેશ પર એક ટીમે દરોડો પાડીને ડૉક્ટરની ધરપકડ કરી અને તેની નિશાની પર તેના અન્ય બે સાથીઓને પણ પકડી લીધા. ઘટનાસ્થળેથી લોહી લાગેલા કપડાં પણ મળી આવ્યા. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને ડૉક્ટરને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે અને કેસની તપાસ કરી રહી છે.

kalpesh