ફિલ્મી દુનિયા

સુશાંત કેસમાં તપાસ શરૂ, ગર્લફ્રેન્ડ રિયાને ટ્રાન્ઝીટ રિમાન્ડ પર લઈ શકે છે પટના પોલીસ, જાણો વિગત

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને લઈને ઘણા વિવાદો ચાલી રહ્યા છે. મુંબઈ પોલીસ દ્વારા આ કેસની તપાસ ચાલી રહી છે અને અત્યાર સુધી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા લોકોની પૂછપરછ પણ કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી તેની આત્મહત્યા પાછળનું કોઈ યોગ્ય કારણ નથી મળ્યું. ગઈ કાલે સુશાંતના પિતા કેકે સિંહે સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવતી વિરુદ્ધ FIR પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. હવે આ મામલામાં બિહાર પોલીસની એક ટિમ મુંબઈ પોલીસ ઉપાયુક્ત, આરાધ શાખા, CID કાર્યાલય પહોંચી છે.

Image Source

ન્યુઝ એજેન્સી એએનઆઈ દ્વારા ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપવામાં આવી છે, સાથે જ કેટલીક તસવીરો પણ પોસ્ટ કરવામાં આવી છે. આ મુલાકાત બાદ સંભવ છે કે પટના પોલીસની એક સ્પેશિયલ ટિમ મુંબઈમાં સુશાંતના ઘરે તપાસ કરવા માટે જશે અને મુંબઈ પોલીસ દ્વારા અત્યાર સુધી જમા કરવામાં આવેલી તમામ સાબિતીઓની પણ તપાસ કરશે.

સુશાંતના પરિવારજનોએ રિયા ચક્રવર્તી અને તેના પરિવાર વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવી હતી. સુશાંત સિંહના પિતાની ફરિયાદ દાખલ કર્યાના તરત બાદ એક ટીમ બનાવવામાં આવી જે સુશાંતના મુંબઈ સ્થિત ઘરની તપાસ કરશે.

Image Source

એક તરફ જ્યાં મુંબઈ પોલીસ ઉપર સુશાંત કેસની અંદર ઢીલ કરવાના આરોપો લાગી રહ્યા છે તો બીજી તરફ બિહાર પોલીસને લઈને પણ સવાલ સામે આવી રહ્યો છે કે રવિવાર 26 જુલાઈના રોજ એફઆઈઆર દાખલ થવા છતાં પણ રિયા અને તેના પરિવારની ધરપકડ કરવામાં કેમ નથી આવી? પટનાના એસએસપી ઉપેન્દ્ર શર્માના આદેશ ઉપર રાજીવ નગર સ્ટેશનના પ્રભારીને આ કેસના આઇઓ બનાવવામાં આવ્યા છે.

Image Source

સુશાંતના પરિવારજનોએ એ આરોપ લગાવ્યો છે કે રિયા ચક્રવર્તી અને તેમના પરિવાર વાળાએ સુશાંત સાથે દગો કર્યો છે. તેના પૈસા પડાવીને માનસિક રીતે તેને હેરાન કર્યો છે. કેકે સિંહે પોતાની ફરિયાદમાં એમ પણ જણાવ્યું કે સુશાંતે પોતાની બહેનને ફોન કરીને એમ પણ જણાવ્યું હતું કે રિયા કદાચ તેને ફસાવી પણ શકે છે.

સૂત્રો મુજબ, આ મામલામાં પટના પોલીસ રિયા ચક્રવર્તીને ટ્રાન્ઝીટ રિમાન્ડ પર લઈ શકે છે

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.