પત્નીની હત્યા અને દહેજના આરોપમાં પતિ જેલમાં કાપી રહ્યો હતો સજા, જીવિત પત્ની પ્રેમી સાથે અહીંયા રંગરેલિયા મનાવી રહી હતી

કહેવાય છે કે માણસની કામયાબી અને બરબાદી પાછળ કોઇના કોઇ મહિલાની ભૂમિકા હોય છે. એક મહિલા પુરુષને શોહરતની બુલંદીઓ પર પહોંચાડી શકે છે અને તે જ મહિલા તેને અંધારામાં પણ ધકેલી શકે છે. આવી જ એક કહાની હાલ સામે આવી છે. જે પત્નીની હત્યાના આરોપમાં પતિ જેલની અંદર બંધ હતો તે પત્ની તેના પ્રેમી સાથે જાલંધરમાં એશનું જીવન ગુજારી રહી હતી. પોલિસ જાલંધરથી જે મહિલાને મોતિહારી લાવી તેને તો પરિવાર મૃત માની ચૂક્યો હતો. મુફસ્સિલ થાના ક્ષેત્રના લક્ષ્મીપુર ગામની રહેવાસી મહિલાના લગ્ન વર્ષ 2014માં કેસરિયાના રહેવાસી દિનેશ રામ સાથે થયા હતા.

Image source

લગ્નના કેટલાક વર્ષ વીતી ગયા બાદ મહિલા 19 એપ્રિલના રોજ અચાનક તેના ઘરેથી ગાયબ થઇ ગઇ, તે બાદ મહિલાના પિતાએ 22 એપ્રિલના રોજ કેસરિયામાં દીકરીની હત્યા કરી લાશને સળગાવી દેવાનો આરોપ જમાઇ પર લગાવી કેસ દાખલ કરાવ્યો. કેસ દાખલ થવા પર પોલિસે મામલાની તપાસ શરૂ કરી અને આરોપી પતિની ધરપકડ કરી કોર્ટના આદેશથી તેને ન્યાયિક કસ્ટ઼ડીમાં મોકલી દીધો. જે ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી તેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે લગભગ એક વર્ષથી મોટરસાઇકલ અને 50 હજાર રૂપિયા દહેજના રૂપમાં મહિલાના સાસરાવાળા દ્વારા માંગ કરવામાં આવી રહી હતી.

જયારે પોલિસે આ મામલાની તપાસ કરી તો એક નવી કહાની સામે આવી. તે બાદ જે મહિલાને તેના પિયરવાળા મૃત માનતા હતા તેને પોલસે જાલંધરથી પકડી અને મોતીહારી લઇ આવ્યા. જણાવી દઇએ કે, આ કિસ્સો બિહારના પૂર્વી ચંપારણનો છે. પુત્રીના પતિ પર હત્યા અને દહેજ ઉત્પીડનનો આરોપ લગાવતા પિતાએ કહ્યું, ‘તેમની પુત્રી શાંતિ અને હરીશ કુમાર ઉર્ફે દિનેશ રામના લગ્ન જૂન 2016માં થયા હતા. લગ્ન બાદ પુત્રીનો પતિ તેને દહેજ માટે ત્રાસ આપતો હતો. તેને દહેજમાં મોટરસાઈકલ જોઈતી હતી, જેના માટે તે તેની પત્નીને સતત ત્રાસ આપતો હતો.

Image source

આરોપમાં કહેવાયું છે કે, 19 એપ્રિલ, 2022ના રોજ દિનેશે દહેજને લઈને પત્નીની હત્યા કરી હતી. પરંતુ આ ખુલાસા બાદ એક અલગ જ મામલો સામે આવ્યો. યોગ્ય રીતે તપાસ ન કરી હોવાના પોલીસ પર બેદરકારીના આક્ષેપો થઈ રહ્યા છે. ફરિયાદને સાચી માનીને પોલીસે દિનેશને જ હત્યારો ગણાવ્યો. પોલીસને શાંતિની લાશ મળી ન હતી અને દહેજ ઉત્પીડન સહિતની અન્ય કલમો હેઠળ ગુનો નોંધી દિનેશને પણ જેલમાં મોકલી આપ્યો હતો. અહેવાલો અનુસાર, આ દરમિયાન દિનેશનો પરિવાર શાંતિને શોધવામાં વ્યસ્ત હતો.

થોડા દિવસો પછી ખબર પડી કે શાંતિ એક છોકરા સાથે જલંધરમાં છે. જલંધર જઈને તેને ટ્રેસ કરવામાં આવી અને પોલીસને આ વિશેની માહિતી પણ આપવામાં આવી. પોલીસે ફરી તપાસ શરૂ કરી હતી, જેમાં દિનેશના પરિવારજનોનો દાવો સાચો નીકળ્યો. આ પછી પોલીસ શાંતિને જાલંધરથી મોતિહારી લાવી. હાલ તે પોલીસ કસ્ટડીમાં છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મુદ્દે SHO શૈલેન્દ્ર કુમારે જણાવ્યું કે વરિષ્ઠ અધિકારીઓના આદેશ પર આગળની કાર્યવાહી કરવામાં આવશે. મહિલાના પરિવારજનોની ખોટી ફરિયાદની પણ તપાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં દિનેશને પણ મુક્ત કરવામાં આવશે.

Shah Jina