ખબર

પ્રાઇવેટ હોસ્પિટલનો ભાંડો ફૂટ્યો: ખાનગી ડોક્ટર્સે કહ્યું કે આંખ કાઢવી પડશે, પણ સિવિલમાં જતા જ ચમત્કાર થયો

મહેરબાની કરીને ખાનગી હોસ્પિટલમાં જતા પહેલા આ કિસ્સો વાંચી લેજો..કદાચ તમારા લાખો રૂપિયા બચી જશે

હાલ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને આ લહેરની વચ્ચે મ્યુકરમાઇકોસીસના કેસ પણ જોવા મળી રહ્યા છે. આ બીમારીને કારણે ઘણા લોકોને પોતાની આંખો ગુમાવી પડી છે તો કેટલાક લોકોનો આ બીમારીએ ભોગ પણ લીધો છે. પરંતુ આ બધા વચ્ચે એક સારા સમાચાર પણ છે, જે અમદાવાદ સિવિલમાંથી સામે આવી રહ્યા છે. બિહારનો રહેવાસી છે અને તે દિલ્લીમાં અભ્યાસ કરે છે. તેનું નામ આલોક ચૌધરી છે.

આલોકની મ્યુકરમાઇકોસીસની સારવાર પ્રાઇવેટ હોસ્પિટલમાં ચાલતી હતી, બીમારીની ગંભીરતાને કારણે આલોકને તેમની દ્રષ્ટિ ગુમાવવી પડી. ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ તેમને આંખ કાઢવા કહ્યુ જેથી મોઢુ બેડોળ થવાની સંભાવના હતી. આ બાદ તેઓ સિવિલ પહોંચ્યા અને બીજા ડોક્ટરનો અભિપ્રાય લીધો ત્યારે સિવિલના ડોક્ટરોએ તેમના રીપોર્ટ આધારે કહ્યુ કે, આંખ કાઢવાની જરૂર નથી. દવાથી નિયંત્રણ મેળવી શકાશે. આ બીમારીની ફંગસ મગજ સુધી પહોંચી ન હતી.

આલોકને તેમના ભાઇના ત્યાં પાલનપુર આવ્યા ત્યારે કોરોનાનો ચેપ લાગ્યો હતો અને તે બાદ તેમને મગજના ડાબી બાજુના ભાગમાં પીડા શરૂ થઇ હતી અને તે બાદ તેઓ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા.

જયાં તેમને મ્યુકરમાઇકોસીસ હોવાનું સામે આવ્યુ. આલોકની સર્જરી કરી સારવાર શરૂ કરવામાં આવી અને તે બાદ રીપોર્ટ કરવામાં આવ્યા જેમાં વિષમતાઓ જોવા મળી. બાયોપ્સીમાં બીમારીનું ફંગસ નેગેટિવ આવી રહ્યુ હતુ પરંતુ કેઓએચ રીપોર્ટમાં તે પોઝિટિવ આવી રહ્યુ હતુ જે બાદ ફરી MRI કરવામાં આવી અને ફંગસનુ ઇંજેક્શન મગજમાં હોવાનું સામે આવ્યુ.

ડોક્ટરોએ આંખ કઢાવવા માટે કહ્યુ અને તે બાદ બીજા ડોક્ટરોનો અભિપ્રાય લેવા તેઓ અમદાવાદ સિવિલમાં ગયા અને ત્યાં ન્યુરોલોજિસ્ટ મ્યુકરનું ઇન્ફેકશન મગજ સુધી ન પહોંચવાનું સામે આવ્યુ અને આંખની સર્જરી કરવાની જરૂર નથી તેમ ણપ કહેવામાં આવ્યુ. તેઓ સિવિલમાંથી સારવાર લઇ અને મ્યુકરમાઇકોસીસ જેવી બીમારીને માત આપી સ્વસ્થ થઇ ગયા.