...
   

પરવાન ચઢ્યો મામી-ભાણીનો પ્રેમ ! માંગમાં ભર્યુ સિંદૂર અને લીધા સાત ફેરા…3 વર્ષથી ચાલી રહ્યુ હતુ લફરુ- જુઓ તસવીરો

અનોખા લગ્ન ! મામીએ ભાણીની માંગમાં ભર્યુ સિંદૂર, સાત ફેરા લીધા અને ખાધી જીવવા-મરવાની કસમો- જુઓ તસવીરો

બિહારના ગોપાલગંજ જિલ્લામાંથી એક વિચિત્ર સમાચાર સામે આવ્યા, અહીં ભાભી અને ભાણી એકબીજાના પ્રેમમાં પડ્યા અને ભાગીને લગ્ન પણ કરી લીધા. આ અનોખા લગ્નની દરેક જગ્યાએ ચર્ચા થઇ રહી છે. ભાભી અને ભાણીના લગ્નના સમાચાર મળતાની સાથે જ ઘટનાસ્થળે લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. મામી અને ભાણીએ એકબીજાને હાર પહેરાવ્યા અને પછી સાત ફેરા લીધા.

ત્યારબાદ સાથે જીવવા મરવાની કસમો પણ ખાધી. આ લગ્ન સોમવારે કુચાયકોટના સાસામુસા રેલવે સ્ટેશન પાસે દુર્ગા મંદિરમાં સંપન્ન થયા. પ્રાપ્ત માહિતી મુજબ, કુચાયકોટના બેલવા ગામની શોભા કુમારીએ ​​પોતાની જ ભાણી સુમન કુમારી સાથે વિધિવત લગ્ન કર્યા. મામી શોભા કુમારીએ જણાવ્યું કે તેનું તેની ભાણી સાથે છેલ્લા 3 વર્ષથી અફેર હતું. આ પછી તેઓએ ​​એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો.

તેઓ સાસામુસા રેલ્વે સ્ટેશન પાસેના દુર્ગા મંદિરે પહોંચ્યા અને અહીં એકબીજાને હાર પહેરાવી ભાણીએ મામીની માંગમાં સિંદૂર ભરી ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યુ. આ દરમિયાન લગ્ન જોવા માટે મંદિરમાં લોકોની ભીડ એકઠી થઇ હતી. મામી શોભા કુમારીએ કહ્યું કે તે આખી જિંદગી તેની ભાણી સુમન સાથે રહેશે.

અમે અમારી પોતાની મરજીથી લગ્ન કર્યા છે, કોઈના દબાણમાં નથી કર્યું. ભાણી સુમને કહ્યું કે તેની મામી તેનો સાથ ક્યારેય છોડશે નહીં, બંને એકબીજાથી પોતાનું જીવન ભરી દેશે. તેમના આ લવ મેરેજ પછી તેમને કોઈ અલગ નહીં કરી શકે. હાલ તો આ લગ્ન વિસ્તારમાં ચર્ચાનો વિષય બનેલા છે.

Shah Jina