ખબર

હવે આ જગ્યાએ પણ લાગ્યુ 15 મે સુધીનું લોકડાઉન, જાણો

બિહારમાં કોરોનાના વધતા કહેરને જોતા સરકારે 15મે સુધી લોકડાઉન લાગુ કરવાનું એલાન કર્યુ છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે લોકડાઉનનું એલાન કરતાં કહ્યું કે કેબિનેટના પ્રસ્તાવ પર અમે આજે લોકડાઉન લાદવાનો નિર્ણય કર્યો છે અને લોકડાઉનની વિસ્તૃત ગાઇડલાઇન જારી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી નીતિશ કુમારે ટ્વિટ કરીને કહ્યું કે, કાલે સહયોગી મંત્રીગણ તેમજ પદાધિકારીઓ સાથે ચર્ચા કરીને હાલ 15 મે 2021 સુધીનુ લૉકડાઉન લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. તે વિસ્તૃત માર્ગનિદ્રેશિકા તેમજ અન્ય ગતિવિધિઓના સંબંધમાં ક્રાઇસિસ મેનેજમેન્ટ ગ્રુપને કાર્યવાહી કરવા હેતુ નિર્દેશ આપવામાં આવ્યો છે.

દેશમાં કોરોના દર્દીઓનો આંકડો 2 કરોડને પાર થઈ ગયો છે. એટલે કે અત્યાર સુધીમાં 2 કરોડ 2 લાખ 75 હજારથી વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. ભારતમાં એક દિવસમાં રેકોર્ડ 3.18 લાખ લોકો રિકવર થયા છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં 3 લાખ 55 હજાર 680 લોકો સંક્રમિત થયા છે. 30 એપ્રિલ પછી નવા દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધવામાં આવ્યો છે.

તમને જણાવી દઇએ કે, હાઇકોર્ટે પણ બિહારમાં કોરોના સંક્રમણથી બગડતી પરિસ્થિતિ પર નારાજગી જતાવી હતી. સોમવારે ન્યાયમૂર્તિ ચક્રધારી શરણ સિંહ અને ન્યાયમૂર્તિ મોહિત કુમાર શાહની ખંડરીઠે બિહાર સરકારને પૂછ્યુ કે લૉકડાઉન ક્યારે થશે. સાથે જ સુનવણી કરતા બિહાર સરકારને ફ્લોપ પણ ગણાવી હતી.