ખબર

બિહારમાં વીજળી પડતા 83 લોકોનાં કમકમાટીભર્યા મોત, જાણો નરેન્દ્ર મોદીએ શું કહ્યું

આજે અચાનક બિહારનાં અમુક જિલ્લાઓમાં વરસાદ આફત બનીને વરસ્યો છે. તેજ વરસાદ અને હવાની સાથે આકાશમાંથી વીજળીએ કહેર વેરતા 83 લોકોનાં મૃત્યુ થયા છે. તો વીજળીની ઝપેટમાં આવતા ઘન લોકો ઘાયલ થયા છે. જો કે હવામાન વિભાગે પહેલા જ ગુરૂવાર અને શુક્રવારનાં મૂસળધાર વરસાદનું એલર્ટ જાહેર કર્યું હતુ.

બિહારના CM નીતીશ કુમારે મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. વધુમાં જણાવ્યું કે ખરાબ હવામાનમાં સાવધાની રાખે અને વરસાદ દરમિયાન ઘરમાં અથવા સુરક્ષિત સ્થળે જ રહે.