પતિએ રીલ્સ બનાવવાથી કર્યો ઇનકાર તો નારાજ પત્નીએ પિયરવાળા સાથે મળી કરી દીધી હત્યા

પત્નીને રીલ્સ બનાવવાથી રોકતો હતો મહેશ્વર, સાસરાવાળાએ દીકરી સાથે મળી કરી દીધી જમાઇની હત્યા

સોશિયલ મીડિયા પર વ્યુઝ, લાઈક્સ, સબ્સક્રાઇબ અને શેરનું વ્યસન એટલી ઝડપથી ફેલાઈ રહ્યું છે કે લોકો રાતે જાગી વ્યુઝ જોઇ રહ્યા છે. અહીં સુધી તો પણ સારુ હતુ, પરંતુ જરા વિચારો કે જો કોઈ રીલ બનાવવાની લ્હાયમાં પોતાના જ પતિને મારી નાખે તો ? બિહારના આવા જ એક સમાચારે બધાને ચોંકાવી દીધા છે.

વાસ્તવિક જીવનમાં ગુનો
બિહારની રાની એ ભારતના લાખો યુવાનોમાંની એક છે જેને રીલ્સ બનાવવા અને બનાવડાવાનું પસંદ હતું. રીલના નામે તે દરરોજ પોતાની સ્ટાઈલથી લોકોના દિલ જીતવાનો પ્રયાસ કરતી હતી. રીલ્સને કારણે સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સની સંખ્યા પણ સતત વધી રહી હતી. પરંતુ કોઈએ વિચાર્યું નહોતું કે એક દિવસ આ રીલ્સ તેને વાસ્તવિક જીવનમાં ગુનાની દલદલમાં ધકેલી દેશે.

રીલ અફેરના કારણે પતિની હત્યા
રાનીને રીલની એટલી લત હતી કે જ્યારે તેના પતિ મહેશ્વરે તેને રીલ બનાવવાથી રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે રાનીએ તેના પરિવારના સભ્યો સાથે મળીને કાવતરું રચ્યું અને પતિનો જીવ લઇ લીધો. મહેશ્વર સાથે રાનીએ 7 વર્ષ પહેલા લવ મેરેજ કર્યા હતા. વાસ્તવમાં, રાનીના પતિ મહેશ્વરને એ પસંદ ન હતું કે તેની પત્ની દરરોજ કલાકો રીલ્સમાં વેડફી નાખતી અને રીલના બહાને તે અજાણ્યા છોકરાઓને મળે.

મહેશ્વરનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો
રાનીને રીલ્સની એટલી લત હતી કે તે આ વર્ચ્યુઅલ દુનિયાથી કોઈપણ કિંમતે દૂર રહેવા માંગતી ન હતી અને રીલ બનાવવાને લઈને પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હતા. બિહારના બેગુસરાયમાં 25 વર્ષીય મહેશ્વરનો મૃતદેહ તેના સાસરિયાના ઘરમાં શંકાસ્પદ હાલતમાં પડેલો મળી આવ્યો હતો. સમસ્તીપુરના નરહન ગામના રહેવાસી મહેશ્વર કુમાર રાય કોલકાતામાં રહેતો અને નોકરી કરતો હતો.

મહેશ્વરની હત્યા તેના સાસરામાં કરવામાં આવી
તે થોડા દિવસ પહેલા જ પોતાના ઘરે પરત ફર્યો હતો. ઘરે આવ્યા બાદ તે બેગુસરાયમાં તેના સાસરિયાના ઘરે પહોંચ્યો હતો. આરોપ છે કે મહેશ્વરની પત્ની રાનીએ તેના પરિવારના અન્ય સભ્યો સાથે મળીને તેનું ગળું દબાવીને તેનો જીવ લીધો હતો. વાસ્તવમાં મહેશ્વર રવિવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ તેના સાસરે ગયો હતો. લગભગ દોઢ કલાક પછી એટલે કે રાત્રે 10.30 વાગ્યાની આસપાસ તેના ભાઈ રૂદલે તેને કોલકાતાથી ફોન કર્યો, પરંતુ મહેશ્વરે તેના કોલનો જવાબ ન આપતાં તે બેચેન થઈ ગયો.

ફોન આવતા પરિવારજનોને શંકા ગઈ હતી
આ પછી તેણે તેના પિતાને જાણ કરી. આ વચ્ચે રૂદલનો એક ફોન તેના મોટા ભાઈની સાળીએ ઉપાડ્યો, પરંતુ એ પહેલા કે સાળી કોઇ જવાબ આપતી ભાઈના સાસરેથી ચીસોનો અવાજ સંભળાવા લાગ્યો.જે બાદ પિતા રાત્રે પુત્રના સાસરે પહોંચ્યા અને પુત્રનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં પડેલો જોયો. મૃતદેહ જોતા ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. પુત્રની લાશ મળી આવતા મહેશ્વરના પિતાએ પોલીસને જાણ કરી અને પોલીસે લાશનો કબજો મેળવી પીએમ માટે મોકલી આપ્યો.

પ્રેમી સાથે મળી પતિની હત્યા
પોલીસે રીલ્સ સાથે સાથે પતિ-પત્ની ઔર વોનો મામલો ગણાવ્યો. બેગુસરાય પોલીસનું માનીએ માતા-પિતાના ઘરે રહેતા સમયે અને રીલ બનાવતતા સમયે રાનીનો શહેઝાદ નામના છોકરા સાથે સંબંધ હતો. જે પછી રાની તેના પતિના પ્રતિબંધોથી ચિડાઈ જવા લાગી અને પછી રાનીએ તેના પતિને કપટથી બોલાવી પ્રેમી અને બહેન સાથે મળીને ગળું દબાવી પતિની હત્યા કરી દીધી.

રાની વાંધાજનક ગીતો પર રીલ બનાવતી હતી
રાનીના સોશિયલ મીડિયા પર દસ હજારથી વધુ ફોલોઅર્સ છે. મહેશ્વરના પરિવારજનોના જણાવ્યા અનુસાર રાની અવારનવાર આવા ગીતો પર રીલ બનાવતી હતી જે વાંધાજનક હોય. આ સિવાય તેની ઘણા છોકરાઓ સાથે મિત્રતા પણ હતી જેના કારણે પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. પરંતુ કોઈએ વિચાર્યું ન હતું કે આ ઝઘડો પુત્રની હત્યા તરફ દોરી જશે.

Shah Jina