રાતમાં પ્રેમી સાથે હતી પત્ની, અચાનક આવી ગયો પતિ અને પછી…

ઘણીવાર દેશભરમાંથી અવૈદ્ય સંબંધોના કિસ્સાઓ સામે આવતા રહેતા હોય છે, આવા કિસ્સાઓમાં પ્રેમી અથવા પ્રેમિકાની હત્યા કરવામાં આવતી હોય છે તો ઘણીવાર એવું બનતુ હોય છે કે જો કોઇ પતિ તેની પત્નીને અન્ય પુરુષ સાથે આપત્તિજનક સ્થિતિમાં જોઇ ગયો હોય અને આ જાણ કોઇને ન થાય તે માટે પત્ની તેના પતિની હત્યા કરાવી દેતી હોય છે. અવૈદ્ય સંબંધોમાં હત્યાની સનસનીખેજ ઘટના હાલ સામે આવી છે. ઘટનામાં બન્યુુ એવું કે મહિલાનો પતિ મહિનાઓથી કામકાજને કારણે ઘરે ન હતો. આ દરમિયાન તેની પત્નીને અન્ય પુરુષ સાથે સંબંધ બંધાઇ ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે મહિલાના પતિએ તેની પત્નીને તેના પ્રેમી સાથે આપત્તિજનક સ્થિતિમાં જોઈ હતી. આ પછી જે બન્યું તે ખૂબ જ હૃદયદ્રાવક હતું.

આ મામલો બિહારના લખીસરાય જિલ્લાના મેદનીચોક પોલીસ સ્ટેશનના ઋષિ પહારપુર ગામનો છે. થોડા દિવસ પહેલા ગામમાંથી એક છોકરો ગુમ થયો હતો. સંબંધીઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બુધવારે તેનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને મામલાની તપાસ શરૂ કરી ત્યારે ખબર પડી કે મૃતક યુવકને ગામની જ એક મહિલા સાથે અવૈદ્ય સંબંધો હતા. પોલીસે જણાવ્યું કે, આરોપી પુરન પાસવાન પટનામાં કડિયાકામ કરતો હતો અને તે ઘરની બહાર વધુ રહેતો હતો. આ દરમિયાન તેની પત્નીને પડોશના ગામના યુવક રોહિત યાદવ સાથે સંબંધ બંધાયા હતા.

અચાનક 31 ડિસેમ્બરે પરન પાસવાન મોડી રાત્રે પટનાથી પરત ફર્યો. તેણે તેની પત્નીને રોહિત સાથે આપત્તિજનક સ્થિતિમાં પકડી હતી. પાસવાને પત્નીને કંઈ કહ્યું નહીં, પરંતુ રોહિત યાદવને માથા પર કુહાડી મારીને લાશ નદીમાં ફેંકી દીધી. મૃતદેહનો નિકાલ કરવામાં આરોપીની પત્નીએ પણ સાથ આપ્યો હતો. રોહિતના ગુમ થવાની માહિતી પર પોલીસે એક વિશેષ ટીમ બનાવી. જેમાં મેદનીચોકીના એસએચઓ રૂબીકાંત કછતપ અને હસલીના એસએચઓ સામેલ હતા. વિશેષ ટીમે મામલાની તપાસ શરૂ કરી અને સર્વેલન્સ અને ફોન કોલ્સ દ્વારા પોલીસને ખબર પડી કે મૃતકે પિંકી દેવી સાથે છેલ્લે વાત કરી હતી. પોલીસે તરત જ પિંકી દેવીને પૂછપરછ માટે ઝડપી લીધી હતી. જે બાદ સમગ્ર રહસ્યનો પર્દાફાશ થયો હતો.

પિંકી દેવીના કહેવા પર પોલીસે પટનાથી પૂરણ પાસવાનની પણ ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પુરન પાસવાન અને પિંકી દેવીએ મળીને રોહિત યાદવની હત્યા કરી લાશ નદીમાં ફેંકી દીધી હતી. રોહિત 31 ડિસેમ્બરે ગુમ થયો હતો અને તેનો કેસ 3 જાન્યુઆરીએ નોંધવામાં આવ્યો હતો. આરોપીના કહેવા પર પોલીસે SDRF ટીમની મદદથી રોહિતના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો. એસડીસીઓ રંજન કુમાર પોલીસના જણાવ્યા અનુસાર, આ હત્યા ગેરકાયદેસર સંબંધમાં કરવામાં આવી હતી. પિંકી દેવી પર ભૂતકાળમાં પણ ઘણા યુવકો સાથે સંબંધ હોવાનો આરોપ છે. હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા છે. બંને આરોપીઓ સામે અપહરણ અને હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

Shah Jina