જ્યારે સાથે નિભાવવો જ નહોતો તો જીવનમાં કેમ આવ્યો ? દુલ્હાની અચાનક મોતથી નથી રોકાઇ રહ્યા દુલ્હનના આંસુ

ખુરશી પરથી અચાનક પડ્યો, દમ તોડ્યો, એક દિવસ પહેલા છાતીમાં હતો દુખાવો, જાણો સમગ્ર મામલો

છેલ્લા ઘણા સમયથી દેશમાંથી અવાર નવાર અચાનક મોતના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે, ત્યારે હાલમાં બિહારના ભાગલપુરમાં લગ્ન પ્રસંગની ખુશી થોડી જ ક્ષણોમાં માતમમાં ફેરવાઈ ગઈ કારણ કે સિંદુરદાન બાદ અચાનક વરરાજાનું મોત થઇ ગયુ અને નવી પરણેલી કન્યા વિધવા બની ગઇ. 5 મેના રોજ એક ખબર સામે આવી કે બુધવારે રાત્રે ખંજરપુરના ઝાવા કોઠીમાં રહેતા સોફ્ટવેર એન્જિનિયર વિનીત પ્રકાશના લગ્ન ઝારખંડના પશ્ચિમ સિંહભૂમની આયુષી સાથે થયા હતા.

લગ્ન પછી દુલ્હનને વિદાય આપવામાં આવે તે પહેલાં વરનું મૃત્યુ થઇ ગયુ. દુલ્હાના મોત બાદ દુલ્હનની હાલત રડી રડીને ખરાબ છે. તે માત્ર એટલું જ કહેતી હતી કે જ્યારે તેને સાથ નિભાવવો નહોતો તો મારા જીવનમાં કેમ આવ્યો ? કહેવાય છે કે સવારે આઠ વાગે જ્યારે વરરાજા દુલ્હનને જોવાની તૈયારી કરી રહ્યો હતો. ત્યારબાદ તેની છાતીમાં અચાનક તીવ્ર દુખાવો થયો અને તે ખુરશી પરથી નીચે પડી ગયો. પરિવાર તેને હોસ્પિટલ લઈ ગયો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

આ પછી બંને પરિવારમાં અફરા-તફરી મચી ગઈ. દુલ્હનના જોડામાં હોસ્પિટલ પહોંચેલી આયુષી પોતાના પતિને મૃત જોઈને નીચે પડી ગઈ. આયુષીની રડી રડીને હાલત ખરાબ થઇ રહી હતી અને તે માત્ર એટલું જ કહી રહી હતી કે જો તે તેની સાથે નહોતો રહેવા માંગતો તો લાઈફમાં કેમ આવ્યો ? દુલ્હન પક્ષના લોકોની સૂચના પર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

જણાવી દઇએ કે, મૃતક દિલ્હીની એક ખાનગી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર હતો. તેનું મોત હાર્ટ એટેકથી થયું હોવાની આશંકા છે. લગ્ન પછી તરત જ પતિ ગુમાવનાર આયુષી એક મલ્ટી નેશનલ કંપનીમાં કામ કરે છે. વિનીતના પિતાએ જણાવ્યું કે બુધવારે રાત્રે 8 વાગ્યે પુત્રની જાન સાથે તેઓ માતેશ્વરી મેરેજ હોલમાં પહોંચ્યા હતા, લગ્ન મોડી રાત્રે થયા હતા.

ગુરુવારે સવારે વિનીત અચાનક બેહોશ થઈ ગયો અને જ્યારે તેઓ તેને લઇને હોસ્પિટલ પહોંચ્યા તો ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. છોકરાના પરિવારના કેટલાક લોકોએ જણાવ્યું કે વરરાજા વિનીતને લગ્નના એક દિવસ પહેલા છાતી અને ગળામાં દુખાવો થતો હતો. લોકોને લાગ્યું કે ગેસ થયો છે કે આ પછી તેણે સામાન્ય દવા લીધી અને તેના પછી તેને આરામ મળ્યો.

Shah Jina