દિલ્હી બાદ હેવ છવાઈ આ મહિલા ટીચર, બાળકોને ડાન્સ દ્વારા આપે છે એવી રીતે શિક્ષણ કે વીડિયોએ જીત્યા સૌના દિલ

“ઊંચે પેડ કે નીચે.’ બિહારની મહિલા શિક્ષિકાનો વીડિયો થયો વાયરલ, IAS દ્વારા કરવામાં આવ્યા વખાણ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોજ અઢળક વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં તમને અલગ અલગ વિષયો જોવા મળી જતા હોય છે. આવા વીડિયોમાં ઘણીવાર કેટલાક લોકો પણ હાઈલાઈટ થાય છે અને તે પણ ફેમસ બની જતા હોય છે. તમને પેલી દિલ્હીની અંગ્રેજી ભણાવતી શિક્ષકા મનુ ગુલાટી તો યાદ જ હશે. જે રાતો રાત પોતાના શિક્ષણ કાર્યને લઈને વાયરલ થઇ ગઈ હતી. ત્યારે હવે વધુ એક શિક્ષિકા વાયરલ થઇ રહી છે.

આ વાયરલ થઇ રહેલો વીડિયો બિહારની એક શિક્ષિકાનો છે. જે અનોખા અંદાજમાં ભણાવી રહી છે. આ વીડિયોને IAS ઓફિસર દિપક કુમાર સિંહે તેમના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં શિક્ષિકા નાચતા, ગાતા, રમતા વિદ્યાર્થીઓને ભણાવે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ વીડિયોને શિક્ષિકાના ખુબ જ વખાણ કરતા જોવા મળી રહ્યા છે.

વીડિયોમાં જણાવ્યા પ્રમાણે આ શિક્ષિકાનું નામ ખુશ્બુ કુમારી છે અને તે બાંકા જિલ્લાના કઠોનમાં આવેલી એક પ્રાથમિક વિદ્યાલયમાં બાળકોને મજેદાર રીતે ભણાવવાનું કામ કર રહી છે. એક જગ્યાએ ક્લાસમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓથી આ શિક્ષિકા ઘેરાયેલી દેખાઈ રહી છે તો બીજી જગ્યાએ સ્કૂલના મેદાનમાં બાળકો સાથે સંતાકૂકડી રમી રહી છે,. વીડિયોના બેકગ્રાઉન્ડમાં બોલીવુડનું એક જૂનું ગીત “લુક છુપ જાણ મકાઈ કા દાના” વાગી રહ્યું છે.

બિહાર કેડરના IAS અને બિહાર એજ્યુકેશન બોર્ડના એડિશનલ ચીફ સેક્રેટરી દીપક સિંહે શિક્ષકનો વીડિયો શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે “તમે શું ભણાવો છો એટલું જ નહીં, તમે કેવી રીતે ભણાવો છો અને વિદ્યાર્થીઓને કેટલું ભણાવો છો એ પણ મહત્વનું છે. તે આ સમજે છે? તેનું ઉદાહરણ જુઓ. બિહારના બાંકામાં તેના વિદ્યાર્થીઓને ભણાવતી મહિલા શિક્ષક. વિદ્યાર્થીઓના ચહેરા પરનું સ્મિત તમને આખી વાર્તા કહી રહ્યું છે.”

Niraj Patel