જે પત્નીને બેઇંતહા પ્રેમ કરતો હતો તે જ પત્નીની હત્યા માટે પતિએ આપી સવા લાખની સોપારી, હત્યાનું કારણ જાણી લોહી ઉકળી જશે

જવાને આટલી સુંદર પત્ની હોવા છતાંય મારી નાખી, કારણ જાણીને રૂંવાટી ઉભી થઇ જશે

પત્નીની હત્યા માટે CISF જવાને એવી સાજિશ રચી કે જેણે પણ સાંભળી તે બધા દંગ રહી ગયા. જે પત્નીને તે ખૂબ જ પ્રેમ કરતો હતો તેની જ હત્યા તેણે વ્યાપારિક કિલર અટલે કે શુટર્સ પાસે કરાવી અને એ પણ સવા લાખ રૂપિયાની સોપારી આપી. આ કહાનીનો જયારે પોલિસે ખુલાસો કર્યો તો બધા હેરાન રહી ગયા કારણ કે પતિએ પડદા પાછળથી આ પૂરી હત્યાની સાજિશને રચી હતી અને સરળતાથી અંજામ સુઘી પણ પહોંચાવી દીધી હતી.

બિહારના મુંગેર જિલ્લામાં CISF જવાનની પત્નીની હત્યાનો પોલીસે 36 કલાકમાં પર્દાફાશ કર્યો છે. પતિએ જ પત્નીની હત્યા માટે ગુનેગારોને સોપારી આપી હતી. પતિ સહિત તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. CISF જવાન ધનબાદમાં તૈનાત છે. CISF જવાનની પત્ની દીપિકા શર્માની 15 નવેમ્બરના રોજ મુંગેરના કાસિમ બજાર પોલીસ સ્ટેશન વિસ્તારના ચુઆબાગ વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી. સવારે લગભગ 5 વાગે દીપિકા ઘરની બહારના ટોયલેટમાં શૌચ કરવા જતી હતી ત્યારે ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી.

દીપિકાના ભાઈ કુમાર ભાનુની લેખિત અરજીના આધારે કાસિમ બજાર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. ઘટના બાદ તરત જ સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર સદર મુંગેરના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવી હતી. ટેકનિકલ સંશોધન દરમિયાન, દીપિકાના દિયર છોટુ શર્મા, ભૈસૂર રાજીવ કુમાર, સુમિત કુમારની કોલ ડિટેઈલ કાઢવામાં આવી હતી. તેના આધારે શૂટર્સ ગૌતમ કુમાર પટલુ અને સંજીવ કુમાર સાથેની વાતચીત બહાર આવી હતી. બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

પ્રતિકાત્મક તસવીર

શૂટર ગૌતમ કુમારે જણાવ્યું કે CISF ધનબાદમાં કામ કરતો પતિ મારવા માંગતો હતો. આ માટે 1 લાખ 20 હજાર રૂપિયામાં સોદો થયો હતો અને 20 હજાર રૂપિયા એડવાન્સ મળ્યા હતા. સુમન કુમાર એક અઠવાડિયાથી તેના સાસરિયાના ઘરે રહીને છોટુ શર્મા સાથે રેકી કરી રહ્યો હતો. આ યોજનાને 14 નવેમ્બરે અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. સવારે ટોયલેટ જતી વખતે મારવાનો પ્લાન હતો. શૌચાલયમાં જતા સમયે સુમિત કુમારે શૂટર ગૌતમને જાણ કરી હતી. જેમાં ગૌતમ, સંજીવ અને પટલુ ત્રણેય શૂટર ઘરની સીમા ઓળંગીને અંદર આવ્યા અને દીપિકાની ગોળી મારીને હત્યા કરી નાખી.

વર્ષ 2017માં પણ દીપિકા શર્માના મામાના ઘર બરિયારપુરમાં ફાયરિંગ થયું હતું, તે સમયે મૃતક 7 મહિનાની ગર્ભવતી હતી. આ ઘટનામાં તેના ડાબા હાથમાં ગોળી વાગી હતી જેના કારણે તેનો ડાબો હાથ કામ કરતો બંધ થઈ ગયો હતો. આ કારણથી મૃતકના સાસરિયાઓ તેને નાપસંદ કરવા લાગ્યા હતા. પોલીસે આ કેસમાં 5 લોકોની ધરપકડ કરી છે.

Shah Jina