રસ્તો ક્રોસ કરતા જોવા મળ્યો સૌથી મોટો સાપ એનાકોન્ડા, વિશાળકાય એનાકોન્ડાને જોઈને લોકોના શ્વાસ રહી ગયા અધ્ધર

સોશિયલ મીડિયા પર દરરોજ એકથી એક જોરદાર વીડિયો આવતા રહે છે. મોટા ભાગના ખૂબ રમુજી હોય છે અને કેટલાક ખુબ ગંભીર બની જાય છે. લગ્ન સાથે જોડાયેલા વીડિયો સોશિયલ મીડિયા પર અવાર નવાર જોવા મળે છે પરંતુ વિવિધ પ્રકારના સાપના વીડિયો પણ સામે આવ્યા છે.

આપણે ઘણા વીડિયોમાં જોઈએ છીએ કે સાપ માણસોની વચ્ચે આવ્યા પછી ભયનું વાતાવરણ સર્જાય છે. આ દરમિયાન હવે એક વિડિયો સામે આવ્યો છે જેમાં દુનિયાનો સૌથી મોટો સાપ ગણવામાં આવતો એનાકોન્ડા રોડ ક્રોસ કરી રહ્યો છે અને આસપાસના લોકો મોબાઈલ લઈને વીડિયો ઉતારી રહ્યા છે જેથી તેઓ તેને કેમેરામાં કેદ કરી શકે. તે એટલો મોટો છે કે તે આખા રસ્તા પર કબજો કરતો જોઈ શકાય છે.

આ વીડિયોમાં એક વિશાળકાય એનાકોન્ડા હાઈવે જેવા પહોળા રસ્તા પર આરામથી ફરતો અને મસ્તી કરતો જોવા મળ્યો હતો. આ એનાકોન્ડા એટલો મોટો છે કે તેને જોઈને તમામ વાહનો થંભી ગયા અને લોકો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેમજ એનાકોન્ડા આરામથી ખૂબ જ ઊંચી ડિવાઈડર સરળતાથી પાર કરી લે છે.

 

View this post on Instagram

 

A post shared by Snakes are the Best (@snake.wild)

આ વીડિયોને Snake.wild નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. કોમેન્ટ સેક્શનમાં લોકોએ આ વીડિયોને બ્રાઝિલનો હોવાનું જણાવ્યું હતું. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો લગભગ 2 મિનિટનો છે અને આ સાપને રસ્તો ક્રોસ કરવામાં ઘણો સમય લાગ્યો જેનાથી અંદાજ લગાવી શકાય છે કે તે કેટલો મોટો હશે. આટલા લાંબા સમય સુધી કોઈએ સાપને પરેશાન કરવાની હિંમત ન કરી. અત્યાર સુધીમાં 2 લાખ 40 હજારથી વધુ લોકો તેને જોઈ ચૂક્યા છે.

Patel Meet