આ ભાઈએ એક જ દિવસમાં એક સાથે ફોડી નાખ્યા 86,000ના ફટાકડા, આકાશમાં ધડાધડ 1000 શોટથી અંધારી રાત્રે પણ અજવાળું પથરાયું, જુઓ વીડિયો

આપણા દેશની અંદર ઘણા લોકો એવા હોય છે જે કંઈક હટકે કરવા માંગતા હોય છે અને ઘણીવાર તો તે એવા એવા અખતરા કરતા હોય છે જેને જોઈને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય. તેઓ પોતાના સોશિયલ મીડિયામાં પણ પોતાના આ વીડિયો શેર કરતા પણ હોય છે જેને લાખો લોકો નિહાળતા હોય છે. આવો જ એક યુટ્યુબર છે અમિત શર્મા. જે પોતાની યુટ્યુબ ચેનલ ઉપર એવા એવા વીડિયો લઈને આવે છે જેને જોવા માટે પણ લોકો મજબુર બનતા હોય છે. તેની યુટ્યુબ ઉપર દુનિયાભરના લાખો ફોલોઅર્સ છે.

તહેવારોની સિઝન આવી ગઈ છે અને દેશભરમાં દિવાળીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જો કે ફટાકડા ફોડવા અને અન્ય ધામધૂમની ચર્ચા હજુ શરૂ નથી થઈ પરંતુ એક યુટ્યૂબરે અજીબ કામ કર્યું છે. તેણે હાલમાં જ ફટાકડા ફોડવાનું શરૂ કર્યું. જેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં આ છોકરો એક સાથે એક સાથે હજાર ફટાકડા ફોડી રહ્યો છે. ત્યાર બાદ ત્યાંનો નજારો જોવા જેવો હતો.

વાસ્તવમાં આ ઘટના રાજસ્થાનની છે. અમિત શર્મા નામના યુટ્યુબરે આ કારનામું કર્યું છે. જો કે આ પછી તે ઘણા સોશિયલ મીડિયા યુઝર્સના નિશાના પર પણ આવી ગયો હતો, પરંતુ કેટલાક લોકો આ વીડિયોને શેર પણ કરી રહ્યા છે. તેણે આ વીડિયો યુટ્યુબ પર અપલોડ કર્યો છે. આમાં જોવા મળે છે કે આ છોકરાએ તેના કેટલાક મિત્રોની મદદથી એક સાથે એક હજાર ફટાકડા ફોડ્યા છે.

આ માટે તેણે સૌથી પહેલા આ ફટાકડા ખરીદ્યા. તેની કિંમત 86 હજાર રૂપિયા જણાવવામાં આવી છે. આ ફટાકડાઓને ખાલી જગ્યા પર લઈ જવામાં આવ્યા અને તેના માટે આ લોકોએ દિવસ દરમિયાન જ તૈયારીઓ શરૂ કરી દીધી. પહેલા તેમને લઈ ગયા અને ખુલ્લા આકાશ નીચે  રાખ્યા. અને પછી ત્યાં દૂર-દૂર સુધી બધાને એલર્ટ કર્યા. આ પછી મોબાઈલના કેમેરાને સેટ કરીને આગ લગાવી દીધી.

આ લોકોએ ફટાકડાને આગ લગાડતા જ ત્યાંનો નજારો જોવા જેવો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જ્યારે ફટાકડા ફોડવામાં આવ્યા ત્યારે તે સીધા આકાશ તરફ છૂટ્યા હતા. એક પછી એક, એક સાથે હજારો શોટ્સ ચલાવવામાં આવ્યા, આકાશમાં એક તેજસ્વી પ્રકાશ ફેલાયો. થોડીવાર માટે રાત પણ દિવસનો નજારો બની ગયો. આ જોઈને આસપાસના કેટલાક લોકોને આશ્ચર્ય થયું. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Niraj Patel