તમે જોયું છે ક્યારેય દુનિયાનું સૌથી મોટું કેળું ? 3 કિલોના કેળાનો વીડિયો થયો વાયરલ, જોઈને તમે પણ હક્કાબક્કા રહી જશો… જુઓ

આટલું મોટું કેળું તમે બાપ જિંદગીમાં પણ નહિ જોયું હોય, અધિકારીએ વીડિયો શેર કરતા જ મચી ગયો હોબાળો, કેળનું ઝાડ પણ નારિયેળી જેવડું… જુઓ વીડિયો

આપણે રોજ બરોજના જીવનમાં કેટલીય પ્રકારના ફળ ખાતા હોઈએ છીએ અને જોઈએ છીએ. ત્યારે માર્કેટમાં પણ કેટલાક એવા અવનવા ફળ જોવા મળે છે જેને જોઈને આપણને ખાવાનું મન થાય. કેળું એક એવું ફળ છે જેને મોટાભાગના લોકો ખાતા હોય છે. આપણે સામાન્ય રીતે એક જ પ્રકારની સાઈઝના કેળા જોયા છે. તો ઘણીવાર માર્કેટમાં એકદમ નાના કેળા પણ આવે છે.

પરંતુ શું તમે દુનિયાનું સૌથી મોટું કેળું જોયું છે ? આ કેળાનું વજન 100-200 કે 500 ગ્રામ નહિ પરંતુ 3 કિલો છે. જાણીને જ હેરાન રહી ગયા ને ? ઈન્ડોનેશિયા પાસે એક ટાપુ છે જ્યાં મોટા કેળા ઉગાડવામાં આવે છે. જ્યારે IRAS અધિકારીએ ટ્વિટર પર આ માહિતી સાથેનો એક વીડિયો પોસ્ટ કર્યો, ત્યારે તે વાયરલ થયો.

તમે આ વિડિયોમાં મોટા કદના કેળા અને તેમના વૃક્ષ જોઈ શકો છો. વાયરલ ક્લિપમાં એક યુવક આ વિશાળ કેળું ખાતો દેખાઈ રહ્યો છે. જ્યારે તે આ કેળાને માપે છે ત્યારે તે તેની હથેળીથી કોણી સુધી પહોંચે છે. આ વિડિયો ટ્વિટર યુઝર અનંત રૂપાંગુડી (@Ananth_IRAS) દ્વારા 22 માર્ચે પોસ્ટ કરવામાં આવ્યો હતો.

વીડિયોની સાથે કેપશનમાં જણાવ્યું હતું કે “ઈન્ડોનેશિયા નજીક પાપુઆ ન્યુ ગિની આઈલેન્ડમાં સૌથી મોટા કદના કેળા ઉગાડવામાં આવે છે. તેમના વૃક્ષો નારિયેળના વૃક્ષો જેટલા ઊંચા હોય છે અને ફળો પણ ખૂબ મોટા હોય છે. દરેક કેળાનું વજન લગભગ 3 કિલો છે. હવે આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે અને લોકો પણ અલગ અલગ પ્રતિભાવ આપી રહ્યા છે.

Niraj Patel