મનોરંજન

લોકોએ નોટિસ જ ન કરી આ ફિલ્મોમાં થયેલી આ 10 ભૂલો, શોલેમાં દેખાતા હતા ‘ઠાકુર’ના હાથ- જુઓ મજેદાર ભૂલો ક્લિક કરીને

બોલિવૂડમાં દર શુક્રવારે કોઈને કોઈ ફિલ્મ તો રિલીઝ થતી જ રહે છે. કેટલીક ફિલ્મો જોરદાર કમાણી કરે છે તો કેટલાક ફિલ્મો સારી નથી ચાલતી, તો કેટલીક ફિલ્મો ચાલી તો જાય છે પણ એટલી કમાણી નથી કરી શકતી. ત્યારે બોલિવૂડમાં ઘણી ફિલ્મો એવી છે કે જેમાં ફિલ્મ બનાવવા સમયે નાની-મોટી ભૂલો થયેલી હોય છે, જેના પર આપણું ધ્યાન પણ નથી હોતું. તો ચાલો ત્યારે બોલિવૂડની મોટી-મોટી ફિલ્મોમાં થયેલી એવી નાની-નાની ભૂલો તરફ આજે તમારું ધ્યાન દોરીએ-

ચેન્નઈ એક્સપ્રેસ –

ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસનું ગોવા ઇઝ ઓન તો બધાને જ યાદ હશે પણ જયારે શાહરુખ ખાન ગુંડાઓ અને દીપિકા સાથે ટ્રેનમાં ફસાઈ જાય છે, ત્યારે એ ટ્રેનના સ્લીપર કોચમાં હોય છે અને જયારે એ ટ્રેનમાંથી ઉતરતા બતાવે છે ત્યારે એ જનરલ કોચમાંથી ઉતરતા બતાવે છે. આવું કેવું કે ચઢયા કોઈ બીજા ડબ્બામાં અને ઉતર્યા કશે બીજેથી!

રબ ને બના દી જોડી –

Image Source

શાહરુખ ખાન અને અનુષ્કા શર્માની એક ફિલ્મ આવી હતી રબ ને બના દી જોડી, જેમાં શાહરુખ ખાન બે અલગ-અલગ પાત્ર ભજવતા દર્શાવવામાં આવ્યા હતા. ફિલ્મમાં રાજ બનીને એ અનુષ્કા સાથે ફ્લર્ટ કરતા હતા તો બીજી તરફ એ સુરિન્દરના પાત્રમાં અનુષાકાના પતિ બતાવ્યા હતા. ફિલ્મમાં એવું બતાવ્યું છે કે માત્ર મુંછો હટાવવાથી અને વાળ ઉભા કરી દેવાથી અનુષ્કા પોતાના પતિને ઓળખી નથી શકતી. હવે મજાની વાત તો એ છે કે કઈ પત્ની પોતાના પતિને મુંછો વિના ઓળખી ન શકે!

બેંગ-બેંગ –

Image Source

રિતિક રોશન અને કેટરીના કૈફની ફિલ્મ આવી હતી બેંગ-બેંગ, જેમાં એક સીનમાં રિતિક દુશ્મનોની પીટાઈ કરીને અને થોડો ઘાયલ થઈને લંગડાતા પગે કેટરીના પાસે પહોંચે છે. આ પછી તરત જ રિતિક તું મેરી ગીત પર ડાન્સ કરવા લાગે છે. અરે ભાઈ એમ તો કહો કે જેને પગમાં વાગ્યું હોય અને થોડીક સેકંડો પહેલા જ લંગડાતા ચાલતો હતો એ આવો ડાન્સ કેવી રીતે કરી શકે!

3 ઈડિયટ્સ –

Image Source

આમિર ખાન, આર માધવન અને શરમન જોશી તથા કરીના કપૂર સ્ટાર ફિલ્મ 3 ઈડિયટ્સમાં એક સીન હતો જ્યા આમિર ખાન સ્ટુડેંટ્સનો ક્લાસ લે છે જેમાં તેઓ ગ્રીન બોર્ડ પર બે શબ્દો લખે છે, જે પછી તેઓ પોતાના મિત્રોના નામ જણાવે છે. પરંતુ શું તમે ધ્યાન આપ્યું કે બંને સીન્સમાં બોર્ડ પર લખેલા શબ્દોના અક્ષર બદલાઈ જાય છે!

શોલે –

Image Source

શોલે એક એવી ફિલ્મ છે કે જે ફિલ્મજગતના ઇતિહાસમાં નોંધાયેલી છે. આ ફિલ્મના અંતમાં સંજીવ કુમાર કે જે હાથ વિનાના ઠાકુરનું પાત્ર ભજવે છે, એ ગબ્બરની જોરદાર પીટાઈ કરતા દેખાય છે. ફિલ્મમાં સંજીવ હાથ વિનાના બતાવવામાં આવ્યા છે પણ ઘણી જગ્યાઓ પર સીનમાં વચ્ચે વચ્ચે તેમના હાથ સ્પષ્ટ દેખાય છે.

દમ લગા કે હઈશા –

Image Source

કદાચ તમારું ધ્યાન ગયું નહિ હોય કે જયારે પ્રેમનો પરિવાર સંધ્યાને જોવા માટે જાય છે ત્યારે તેઓ ભૂરા રંગની મારુતિ ઓમનીમાં જાય છે, અને પછી બીજા જ શોટમાં તેમની વાન બદલાઈ જાય છે. વાનનો રંગ રસ્તામાં ભૂરાથી બદલાઈને લીલો થઇ જાય છે. માન્યું કે ફિલ્મ લૉ બજેટ હતી, પણ એટલું ઓછું બજેટ પણ ન હતું કે એ જ વાન બીજા શોટ માટે ન લાવી શકાય.

પ્યાર કા પંચનામા –

Image Source

આ ફિલ્મ એમ તો ખૂબ જ મનોરંજક છે, પણ જો તમે નોંધ્યું હોય તો કે જયારે આ ફિલ્મમાં ત્રણેય મિત્રો રાતના સમયે ઢાબા પર ખાવા જાય છે ત્યારે તેઓ બાઈક પર જાય છે અને પછી જયારે તેઓ ઢાબા પરથી પાછા ફરી રહયા છે ત્યારે તેઓ જીપમાં બતાવે છે. જબરદસ્ત જાદુ કહેવાય કે બાઈક જીપમાં બદલાઈ ગઈ.

ક્રિશ –

Image Source

રિતિક રોશનની આ ફિલ્મ તો દરેકને યાદ હશે જ. આ ફિલ્મમાં રિતિક ક્રિશ નામના એક સુપરહીરોના પાત્રમાં દર્શાવવામાં આવે છે. પરંતુ ફિલ્મ બનાવતા સમાયે એક ખૂબ જ મોટી ભૂલ એ થઇ ગઈ કે આ ફિલ્મમાં ક્રિશના પિતાનું પાત્ર ભજવતા વખતે રિતિક 2 વર્ષથી સિંગાપોરમાં બતાવવામાં આવ્યા હતા, એ દરમ્યાન તેમની પત્ની ગર્ભવતી થઇ જાય છે અને એક બાળકને જન્મ આપે છે. જો રિતિક 2 વર્ષથી સિંગાપોરમાં હતા તો તેમનું બાળક કઈ રીતે થઇ શકે!

રા-વન –

Image Source

ફિલ્મ રા-વનમાં જયારે શાહરુખ ખાન મૃત્યુ પામે છે ત્યારે તેમને ક્રિશ્ચન વિધિ અનુસાર દફનાવવામાં આવે છે. આ પછી કરીના ભારત આવે છે અને તેની અસ્થિઓને વિસર્જિત કરે છે. જો એક વ્યક્તિને દફનાવવામાં આવે તો તેની અસ્થિઓ ક્યાંથી હોઈ શકે? અને તેને વિસર્જિત કેવી રીતે કરી શકાય?

લગાન –

Image Source

આમિર ખાનની આ ફિલ્મ સફળ ફિલ્મ માનવામાં આવે છે. આ ફિલ્મમાં વાર્તા વર્ષ 1892ના સમયની દર્શાવવામાં આવી છે, જયારે ભારત દેશ અંગ્રેજોનો ગુલામ હતો. ફિલ્મમાં આમિર પોતાના ગામને અંગ્રેજોના કરથી મુક્ત કરાવવા માટે એક ક્રિકેટ મેચ રામે છે, જેમાં એક ઓવર 6 બોલની રાખવામાં આવી છે. પરંતુ ભૂલ એ થઇ ગઈ કે એ સમયે ક્રિકેટની રમતમાં એક ઓવર માત્ર 5 બોલની જ હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.