6 ઇંચ લાંબું અને 5 ઇંચ પહોળુ… એ પક્ષી, જેનું ઇંડું હોય છે પહાડ જેટલું મોટુ- જાણો

વિશ્વમાં અનેક પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. પક્ષીઓની ઘણી પ્રજાતિઓ છે જેના વિશે ઘણા લોકો વધુને વધુ જાણવા માંગતા હોય છે. આજે અમે તમને એક એવા પક્ષીના ઈંડા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું વજન લગભગ દોઢ કિલો કે તેથી વધુ હોય છે. શું તમારા મનમાં ક્યારેય એવો પ્રશ્ન આવ્યો છે કે કયું પક્ષી સૌથી મોટું ઈંડું મૂકે છે ?

જો તમને આની જાણ નથી તો તમને આ પક્ષી વિશે આજે અમે માહિતી આપીશું. જ્યારે ઈંડાના સેવનની વાત આવે છે ત્યારે મોટાભાગના લોકોનું જ્ઞાન મરઘીના ઈંડાથી આગળ નથી હોતું. કેટલાક સ્થળોએ બતકના ઇંડાનો ઉપયોગ ખોરાકમાં પણ થાય છે. પરંતુ શાહમૃગના ઈંડા વિશે બહુ ઓછા લોકો જાણતા હશે કે તેનો ઉપયોગ ખાવામાં પણ થાય છે. તેના ઈંડાનું વજન લગભગ દોઢ કિલો અથવા તેનાથી પણ વધુ હોઈ શકે છે.

શાહમૃગનું ઈંડું એટલું મોટું હોય છે કે તમે તેની સરખામણી અનેક મરઘીના ઈંડા સાથે કરી શકો છો. શાહમૃગનું ઈંડું 6 ઈંચ લાંબુ અને 5 ઈંચ પહોળું હોય છે. એક શાહમૃગના ઈંડાનું વજન અંદાજે 1.5 કિલોગ્રામ કે તેથી વધુ હોય છે. કારણ કે શાહમૃગ વિશ્વનું સૌથી મોટું પક્ષી છે, તેનું ઈંડું પણ સૌથી મોટું છે.

Shah Jina