જીજાજી છે જેલમાં અને સાળીએ બિગબોસમાં શરૂ કર્યું ઇલુઇલુ ? જુઓ કોની સાથે કરી રહી છે ખુલ્લેઆમ કિસ

જીજુ જેલમાં અને રાજની સુંદર સાળીએ અહીંયા ચાલુ કર્યું લફરું? જુઓ કિસ કરવા PHOTOS થયા વાયરલ

બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી હાલ “બિગ બોસ OTT”માં સ્પર્ધક તરીકે જોડાઈ છે. પહેલા દિવસથી જ શમિતા ખુબ જ ચર્ચામાં છે ત્યારે હવે ખબર આવી રહી છે કે બિગબોસમાં શમિતા શેટ્ટીનું અફેર શરૂ થઇ ગયું છે. જેની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

શમિતા બિગ બોસની સૌથી સ્ટ્રોંગ કન્ટેસ્ટન્ટ માનવામાં આવી રહી છે. તો સીમા રાખેશ બાપટ સાથે તેનું કનેક્શન પણ સ્ટ્રોંગ થતું જોવા મળતા તે ચર્ચાનો વિષય પણ બન્યું છે. આ શોના પહેલા અઠવાડીયામાં શમિતા અને રાકેશ એકબીજા સાથે વધારે કન્ટેક્ટ નહોતા કરી શક્યા.

પરંતુ જેમ જેમ ગેમ આગળ વધતી ગઈ તેમ તેમ રાકેશ સાથે શમિતાનું કેનેક્શન અને બોન્ડીગ ઊંડી થતી જઈ રહી છે. રાકેશ અને શમિતા એકબીજા પ્રત્યે ખુબ જ પ્રોટેક્ટિવ રહેતા જોવા મળી રહ્યા છે. બંને એકબીજાની મદદ કરવા માટે હંમેશા આગળ પણ આવી રહ્યા છે.

બિગબોસની અંદર રાકેશ શમિતા માટે ખુબ જ કેરિંગ નજર આવી રહ્યો છે. હાલના જ એક એપિસોડમાં બતાવવામાં આવ્યું કે રાકેશ શમિતાના માથા ઉપર કિસ કરીને તેને ઉઠાડે છે. તો શોમાંથી બહાર થયેલા એક કન્ટેસ્ટન્ટ કરણ નાથે પણ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે રાકેશ અને શમિતાનું કનેક્શન ખુબ જ ઊંડું છે.

રાકેશ અને શમિતાના આ કનેક્શનને પણ ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. તેમના રિલેશનને લઈને પણ ચર્ચાઓ શરૂ થઇ ગઈ છે. ઘણા સ્પર્ધકો તો તેમને પહેલાથી જ આ શોમાં પતિ પત્ની પણ કહી રહ્યા છે.

તો આ શોના એક પાર્ટમાં એ પણ જોવા મળ્યું કે રાકેશ શમિતાના બેડ ઉપર પણ જાય છે અને તેની સાથે ફ્લર્ટ પણ કરે છે. જેના કારણે પણ તેમના રિલેશનશિપ ઉપર ચર્ચાઓએ વધુ જોર પકડ્યું છે.

હાલમાં જ બિગ બોસના બધા ઘરવાળાને ચાન્સ આપવામાં આવ્યો હતો કે તે પોતાનું કનેક્શન બદલીને કોઈ બીજા કન્ટેસ્ટન્ટ સાથે નવું કનેક્શન બનાવી શકે છે. નેહા ભસીન અને પ્રતીક સહજપાલ દ્વારા પોતાના કનેક્શન તોડી નવું કનેક્શન બનાવવામાં આવ્યું હતું, પરંતુ શમિતા અને રાકેશ ફરી એકવાર પોતાના કનેક્શનના રૂપમાં પસંદ કર્યું હતું.

Niraj Patel