બિગબોસની સ્પર્ધક નેહા ભસીને રિદ્ધિમા પંડિતને બધાની સામે કરી લિપકિસ, વાયરલ થયો વીડિયો

Bigg Boss માં તમામ શરમની હદ પર થઇ ગઈ, દિગ્ગજ નેહા ભસીને રિદ્ધિમાં પંડિતના હોંઠ પર હોંઠ…જુઓ

વિવાદાસ્પદ રિયાલિટી શો ‘બિગ બોસ’ જયારે ઓટીટી પર પ્રસારિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે અનુમાન હતું જ કે તે એકદમ બોલ્ડ હશે. શોના પ્રોમોમાં સલમાન ખાન અને કરણ જોહર બંને કહેતા જોવા મળ્યા હતા કે જો તે ટીવી પર આવશે તો પ્રતિબંધ લાગી શકે છે. હવે એવું જ કંઈક શોમાં જોવા મળ્યું જ્યારે નેહા ભસીને રિદ્ધિમા પંડિતને બધાની સામે કિસ કરી હતી. તેમનો આ વીડિયો ઇન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં નેહા ભસીન રિદ્ધિમા પંડિતને કિસ કરતી જોવા મળી રહી છે. ચાહકોને આ બાબત બિલકુલ પસંદ આવી હતી નહિ. શોના પહેલા સપ્તાહમાં સ્પર્ધકોને બે ટીમોમાં વહેંચવામાં આવ્યા હતા.

એક ટીમ પ્રતિક સહજપાલની હતી અને બીજી ટીમ રાકેશ બાપટની હતી. પ્રતીકની ટીમમાં અક્ષરા સિંહ, નિશાંત ભટ્ટ, રિદ્ધિમા પંડિત અને કરણ નાથ છે. પ્રતીક સહજપાલની ટીમમાં નેહા ભસીન, મિલિંદ ગાબા, જીશાન ખાન, દિવ્યા અગ્રવાલ અને શમિતા શેટ્ટીનો સમાવેશ થાય છે.

જણાવી દઈએ કે આપેલ ટાસ્કમાં દરેક ટીમના સ્પર્ધકે સ્ટેચ્યુ બનીને ઉભું રહેવું હતું અને અન્ય ટીમના સભ્યનું ધ્યાન ભટકાવવાનું હતું. દરમિયાન રિદ્ધિમા સ્ટેચ્યુ બનીને ઉભી હતી અને નેહા તેનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરે છે અને પછી અચાનક તેને કિસ કરે છે. વાયરલ થઇ રહેલ વીડિયોમાં સાંભળી શકાય છે કે રિદ્ધિમાને કિસ કર્યા બાદ નેહા કહે છે કે તે સારું લાગ્યું? ગમ્યું, સારી કિસ હતી ને?

જો કે ચાહકોને તેની આ હરકત પસંદ ન આવી અને બંનેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. રિદ્ધિમા પંડિતના ફેન પેજ પર ટ્વિટ કરીને નેહા ભસીને ટાસ્ક દરમિયાન રિદ્ધિમા પંડિતને કિસ કરી હતી. આ એક ખૂબ જ ખરાબ હરકત છે. ટાસ્ક માટે કંઈપણ કરશે, શરમ આવવી જોઈએ. આ પ્રકારની હરકત કરવા બદલ રિદ્ધિમાને સલામ કરવું જોઈએ. બીજી બાજુ નેટિઝન્સ પણ બે ભાગમાં વહેંચાયેલા છે.

કેટલાક લોકોએ નેહાનો બચાવ કરતા કહ્યું કે તે માત્ર જીતવાનો પ્રયાસ કરી રહી છે. એકે કહ્યું- નેહા રોક, કંઈપણ કહેતા પહેલા તે જોવું જોઈએ કે રિદ્ધિમા હસતી હતી. તેણે ખરેખર હોઠ પર કિસ કરી ન હતી. રિદ્ધિમાને કંઈ ખોટું ફીલ કર્યું નહીં. આવા શબ્દોનો ઉપયોગ કરશો નહીં.

બીજી બાજુ મૂસ જટ્ટાના BIOXTUAL સ્પર્ધક તરીકે બહાર આવ્યા છે. તેણે પ્રતીક સહજપાલ સાથે વાત કરી અને કહ્યું- હું છોકરાઓ તરફ વધુ આકર્ષિત છું. જો કે મારા માટે એક છોકરી સાથેનો સંબંધ વધુ મહત્વનો છે. તેણે એવી પણ કબૂલાત કરી હતી કે જો તે મજબૂત સંબંધ અને કોઈની સાથે સંબંધ બનાવે છે તો તે છોકરી સાથે લગ્ન કરવા ઈચ્છશે.

 

View this post on Instagram

 

A post shared by Voot (@voot)

Patel Meet