Bigg Boss 18 : કરણવીર મેહરાએ ચુમ દરાંગની સાથે ન કરવાનું કર્યું! કેમેરાની સામે ખુલ્લેઆમ આપ્યું ‘લવ બાઈટ’, જુઓ વીડિયો

બિગ બોસ 18માં કરણવીર મેહરા અને ચૂમ દરાંગ વચ્ચેની કેમેસ્ટ્રી હાલ ખૂબ જ ચર્ચામાં છે. શોમાંથી બંનેની ઘણી લવ ક્લિપ્સ સામે આવી છે અને હવે બંનેનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કરણવીર મહેરા ચૂમ દરાંગને લવ બાઈટ્સ આપતો જોવા મળે છે. હવે આ વીડિયોને લઈને કરણવીર ટ્રોલના નિશાના પર આવી ગયો છે.

બિગ બોસ 18ના ફાઈનલને હવે બહુ દિવસો બાકી નથી રહ્યા. તે દરમિયાન કરણવીર મેહરા અને ચૂમ દરાંગનો એક વીડિયો ગજબ વાયરલ થઈ રહ્યો છે. કરણવીર મેહરાએ રિયાલિટી શોમાં ઘણી વખત ચૂમ દરાંગ વિશે પોતાની લાગણી વ્યક્ત કરી છે અને હવે બંનેના નવા વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. આ વીડિયોમાં કરણવીર ચૂમ દરાંગ સાથે એવું કામ કરે છે કે, જેને જોઈને લોકો ચોંકી જાય છે.

આ વીડિયોમાં કરણવીર મેહરા કેમેરાની સામે ચૂમ દરાંગને લવ બાઈટ આપતો જોવા મળે છે. વીડિયોમાં ચૂમ દરાંગ તેના કપડાને ઇસ્ત્રી કરી રહી છે. એટલામાં કરણ આવે છે અને તેના હાથ પરનું નિશાન જોઈને તેને પૂછે છે, ‘તને બીજી બાજુ પણ આવું જ નિશાન જોઈએ છે?’ તે ટેટૂ જેવું લાગે છે. આ પછી કરણવીર ચૂમનો હાથ પકડીને તેના હાથ પર બાઇટ આપે છે. આ સમય દરમિયાન ચૂમ દરાંગ ચુપચાપ ઊભી રહે છે.

આ ક્લિપ સામે આવ્યા બાદ કરણવીરને સોશિયલ મીડિયા યુઝર્સ ટ્રોલ કરી રહ્યા છે. ઘણા યુઝર્સે આ વીડિયો પર પ્રતિક્રિયા આપી અને અભિનેતાની ટીકા કરી છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘ચૂમ દરાંગ માટે આ બધું સામાન્ય કેવી રીતે હોઈ શકે, તમે હવે બધાને એવું ન કહો કે તમે મિત્રો છો.’ બીજાએ લખ્યું, ‘આ ખૂબ બહાદુર વ્યક્તિ છે.’

Twinkle