ખબર

સૌથી મોટા વિમાનની સાથે હવે કરો સૌથી નાની યાત્રા… એરબસ એ-380

એરબસ એ-380 હાલના સમયમાં સૌથી મોટું યાત્રી વિમાન છે.એક દશકથી નિયમિત વિમાનન સેવામાં શામિલ આ વિમાનને લઈને લોકોમાં ખુબ દિલચસ્પી રહે છે. આ સૌથી મોટા યાત્રી વિમાન એ-380 માં મુસાફરી કરવી પોતાનામાં જ એક મોટી વાત છે.અમીરાત એરલાઇન્સ એ પોતાના એરબસ એ-380 વિમાનના દ્વારા દુનિયાની સૌથી નાની હવાઈ યાત્રાની શરૂઆત કરી છે.

Image Source

સૌથી મોટા વિમાનનામાં તમે સૌથી નાની સફર કરી શકશો.જણાવી દઈએ કે એ-380 વિમાન દ્વારા દુબઈથી મસ્કટ સુધીની હવાઈ યાત્રા માત્ર 40 મિનિટ માં જ પૂર્ણ થઇ જાશે.અમીરાત એરલાઇન્સે મોટા વિમાનની સાથે પોતાની નાની શરૂઆતને લઈને ઘણા ટ્વીટ પણ કર્યા છે.

Image Source

જણાવી દઈએ કે દુનિયાની સૌથી લાંબી ઉડાણ માર્ચ-2016 માં દુબઈથી ઑકલેન્ડની વચ્ચે નોનસ્ટોપ ફ્લાઇટ આ જ એરલાઇન્સે પોતાના સૌથી મોટા વિમાનની સાથે કરી હતી. જો કે આ યાત્રા માટે બોઇંગ 777-200LR નો ઉપીયોગ કરવામાં આવતો હતો. જણાવી દઈએ કે કોઈ એરપોર્ટ ના રનવે પર ઉભેલા આ વિશાળ વિમાનને જોયા પછી લોકો ખુબ આશ્ચર્યથી પૂછે છે કે,”આખરે આટલું મોટું વિશાળ વિમાન ઉડતું કેરી વીતે હશે?”

Image Source

જણાવી દઈએ કે દુબઈથી મસ્કટનું અંતર 340 કિલોમીટર છે.એરલાઇન્સ ડીવીજનલ સિનિયર વાઇસ પ્રેઝીડેન્ટ(કમર્શિયલ ઑપરેશન સેંટર)શેખ માજિદ અલ મૌલા ના આધારે આ રૂટ પર જાનારા ઘણા યાત્રીઓ હોય છે માટે એરલાઇન્સ માટે આ એક નવો અનુભવ હશે.

Image Source

એ-380 વિમાનની ખાસિયત:
એ-380 એટલું મોટું વિમાન છે કે તેના માટે હિથ્રો એરપોર્ટના હેન્ગર્સને ફરીથી રિનોવેટ કરવામાં આવ્યું હતું.1950 માં બનેલા 76 ફૂટ ઊંચા હેન્ગરની ઊંચાઈને 11.5 ફૂટ વધારવું પડ્યું હતું ત્યારે જઈને એ-380 વિમાન તેમાં ફિટ આવી શક્યું.એરલાઈન્સની રિપોર્ટના અનુસાર હેન્ગર્સની ઊંચાઈ વધારવા માટે 18 મહિના જેટલો સમય લાગ્યો હતો.એ-380 વિમાનમાં ચાર રોલ્સ રૉયસ ટ્રેન્ટના 900 ટર્બોફેનના એન્જીન લાગેલા છે.

Image Source

વિમાન અંદરથી બે ફ્લોરમાં વહેંચાયેલું છે એટલે કે તે ડબલ ડેકર વિમાન છે. જેમાં નીચેના ભાગમાં 12 બંકર છે જ્યાં કર્મચારીઓ આરામ કરી શકે છે અને પાઇલોટ્સ માટે પણ પોતાના પર્સનલ બેડની સુવિધા પણ ઉપલબ્ધ છે. એ-380 વિમાનમાં કામ કરનારા લોકોની સામે ચુનૌતીઓ પણ અલગ અલગ હોય છે.

Image Source

એ-380 જેવા આધુનિક હવાઈ જહાજ માટે મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્પ્યુટર સિસ્ટમની જરૂર રહે છે, આરામદાયક ઉડાન સુનિશ્ચિત કરવાનું કામ કોમ્પ્યુટર કરે છે.વિમાનમાં 469 યાત્રીઓ સફર કરી શકે છે, એરબસના આધારે જો દરેક સીટ ઇકોનોમિક ક્લાસની હોય તો તેમાં 853 યાત્રીઓ સફર કરી શકે છે.સેંકડો લોકોની માંગોને લીધે વિમાનમાં દરેક પ્રકારની સુવિધાઓ અને મનોરંજન ઉપલબ્ધ છે.

Image Source

એ-380 વિમાનના એન્જીન પર લાગેલા કવર એટલા મોટા હોય છે કે તેને હતઃ વડે ખોલી નથી શકાતા. તેને ખોલવા માટે ઇલેક્ટ્રિક પાવરની જરૂર પડે છે.જો કે અમુક નટ-બોલ ખુલી જાય છે પણ તેના માટે ઇલેક્ટ્રિક સ્વીચની જરૂર પડે છે.આ એરબસનું વજન 560 ટન છે અને તે સાત માળની ઇમારત જેટલું ઊંચું છે.

Image Source

ત્રણ શ્રેણીમાં વહેંચાયેલા આ વિમાનનું ઇન્ટરિરીય કોઈ ફાઈવ સ્ટાર હોટેલ જેવો જ અનુભવ આપશે.જેમાં ફાઈવ સ્ટાર હોટેલ જેવી જ લોબી, અને રેસ્ટ રૂમ પણ છે.આ જેટ નોનસ્ટોપ 15,700 કિલોમીટર જેટલું અંતર કાપે છે,દરેક જેટના નિર્માણમાં 390 મિલિયન ડોલર જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે.તેનું ભાડું 30 હજારથી લઈને બે લાખ સુધીનું છે.

Image Source

જણાવી દઈએ કે વર્ષ 2014 ના પહેલાં સરકારે આ કંપનીના મોટા વિમાન પર પ્રતિબંધ લગાવ્યો હતો જો કે પછી તેને હટાવી લેવામાં આવ્યો હતો.આજ વર્ષ સરકારે દિલ્લી,મુંબઈ,હૈદરાબાદ અને બેંગ્લોર એરપોર્ટ પર એ-380 ના પરિચાલન માટેની મંજૂરી આપી હતી.

વધુ માહિતી માટે નીચે આપેલ વિડિઓ જરૂર જુવો:


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks