દરિયા કિનારે પાર્ટી કરી રહ્યા હતા લોકો અને ત્યારે જ આવ્યું એવું ભયાનક મોજું કે કોઈએ કલ્પના પણ નહોતી કરી..રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો

મોજથી ઉભા હતા દરિયા કિનારે સેંકડો લોકો. પહેલા દરિયામાંથી આવ્યું ચેતવણી આપનારું મોજું, છતાં પણ લોકો ના સમજ્યા અને બીજા મોજાએ બધું જ ખેદાન મેદાન કરી નાખ્યું.. જુઓ વીડિયો

દરિયા કિનારે ફરવા જવાનું કોને પસંદ ના હોય. ઘણા લોકો રજાઓ મળતા જ દરિયા કિનારે જતા હોય છે અને પરિવાર સાથે આનંદ પણ માણતા હોય છે. ત્યારે ઘણીવાર એવી પણ ઘટનાઓ સામે આવે છે જેમાં દરિયાના મોજા દરિયા કિનારે ઉભેલા લોકોને ડુબાડી પણ દેતા હોય છે. પરંતુ હાલ જે વીડિયો સામે આવ્યો છે તે તમારા હોશ ઉડાવી દેશે.

આ વાયરલ વીડિયો ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં બીચ પર પાર્ટી કરતા જૂથે ચેતવણીને અવગણવા બદલ પરિણામ ભોગવવું પડે છે. આ ગ્રૂપ સમુદ્રથી થોડે દૂર પાર્ટી કરતા જોવા મળે છે. અહીં મોટા લોકોની સાથે નાના બાળકો પણ છે. પછી એક મોટી લહેર આવે છે અને બધું વેરવિખેર થઈ જાય છે.

આ વીડિયો TikTok પર @mistah_mean એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો, જે @Shockingvide0 પેજ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચુક્યા છે.  વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પહેલી લહેર આવ્યા બાદ  લોકો તેને ગંભીરતાથી લેતા નથી અને ત્યાં જ ઉભા રહે છે, ત્યારે જ બીજી મોટી લહેર બધાને ખરાબ રીતે લઈ જાય છે. આ લહેર એટલી શક્તિશાળી છે કે આખું જૂથ અને ત્યાં હાજર તમામ સામાન એક જ ઝટકામાં પાછળની તરફ જાય છે. કેટલાક લોકો એકબીજાને વહી જવાથી બચાવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.

વાયરલ વિડીયો કયો બીચનો છે, તેની હાલ પુષ્ટિ થઈ શકી નથી. જો કે સોશિયલ મીડિયા યુઝર્સે વાયરલ વીડિયો પર કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે. ઘણા યુઝર્સે કહ્યું કે આ લોકોને કદાચ હાઈ ટાઈડના સમય વિશે ખબર ન હોય અથવા તેઓએ ચેતવણીઓને અવગણી હોય. એક યુઝરે લખ્યું કે, ‘આવા લોકોની મૂર્ખતાને કારણે અનેક લોકોના જીવ જાય છે, દરિયાને ક્યારેય હળવાશથી ન લો’.

Niraj Patel