નવસારીમાં બ્રિજેશ પટેલની પ્રેમિકા સાહિસ્તા શેખ મૃત્યુ કેસમાં મોટો ખુલાસો… PM રીપોર્ટ આવ્યો સામે- જાણો મોતનું કારણ

ગુજરાતમાંથી અવાર નવાર હત્યા કે આત્મહત્યાના મામલા સામે આવતા હોય છે. ત્યારે હાલમાં જ ગઇકાલના રોજ એક મામલો સામે આવ્યો, જેમાં નવસારીમાં સાહિસ્તા નામની મુસ્લિમ યુવતીના મોતની ઘટનાને લઇને હોબાળો મચી ગયો. યુવતિએ આત્મહત્યા કરી હતી કે તેની હત્યા કરવામાં આવી તેને લઇને તર્ક વિતર્ક ચાલી રહ્યા હતા. ત્યારે સાહિસ્તાના પ્રેમી બ્રિજેશ પટેલ દ્વારા સાહિસ્તાના પરિવારજનો પર હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. યુવકે આક્ષેપ કર્યા હતા કે તેની પ્રેમિકાની હત્યા કરી દેવામાં આવી છે.

બ્રિજેશ અને સાહિસ્તાનો પાંચ વર્ષથી પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો અને આને લઇને જ યુવતિની હત્યા કરવામાં આવી હોવાનું યુવકનું કહેવુ હતુ. ત્યારે આ મામલે યુવકે ન્યાયની માગણી સાથે યુવતીના મૃતદેહનું પીએમ કરાવવાની માગણી કરી હતી. જે બાદ પોલીસે કબરમાંથી યુુવતિનો મૃતદેહ કાઢ્યો અને મૃતદેહનું સુરતની ન્યુ સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ. ત્યારે હવે PM રીપોર્ટ આવી ગયો છે અને તેમાં પ્રાથમિક તારણ લટકવાને કારણે મોત થયું હોવાનું અનુમાન લગાવાનું આવી રહ્યું છે.

આજ રોજ સવારે 9 વાગ્યે સુરત સિવિલ ખાતે ફોરેન્સિક વિભાગની ટીમે પેનલ પીએમ કર્યુ અને તેમાં હકીકત સામે આવી. યુવતીના મોત બાબતે ફોરેન્સિક વડાએ માહિતી આપી કે યુવતીના શરીર પર ઇજાનાં નિશાન મળી આવ્યાં હતાં અને આ સાથે જ ગળા પર ફાંસો લીધો હોય તેવા નિશાન પણ મળી આવ્યાં હતાં, જેને લઇને ડોક્ટરની ટીમે પ્રાથમિક તારણરૂપે લટકવાને કારણે મોત થયું હોવાનું અનુમાન લગાવી પીએમની પ્રક્રિયા પૂર્ણ કરી. ત્યારે હવે સુરતના ફોરેન્સિક ટીમે આપેલા તારણથી ગઈકાલે યુવક દ્વારા કરાયેલા આક્ષેપોનું ખંડન થતું જોવા મળી રહ્યું છે.

શું હતો સમગ્ર મામલો : સાહિસ્તા ગત 20 એપ્રિલના રોજ તેના ઘરેથી નીકળી ગઈ હતી. તેના ગુમ થયા બાદ યુવતીના પરિવારજનો બ્રિજેશના ઘરે પહોંચ્યા હતા અને તેને શોધવા લાગ્યા, જ્યાં બ્રિજેશને માર મારવાની ધમકી આપીને સાહિસ્તાને શોધી આપવાનું જણાવ્યું. જેના કારણે બ્રિજેશે યુવતીને શોધી તેના પરિવાર પાસે મોકલી આપી હતી. પરંતુ ત્યારબાદ યુવતીનું મોત થતા જ આખો મામલો ગરમાયો હતો.યુવકે આ મામલે પોલીસ ફરિયાદ કરતા જ પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ અને તપાસનો ધમધમાટ પણ શરૂ કરી દીધો.

જેના બાદ પોલીસે 5 લોકોની અટકાયત કરીને તેમની પુછપરછ પણ કરી છે. ત્યારે હવે આ મામલે યુવતી દ્વારા લખવામાં આવેલી એક કથિત અંતિમ ચિઠ્ઠી પણ મળી આવી છે. જેને લઈને પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. લોકચર્ચા એવી પણ છે કે આ અંતિમ ચિઠ્ઠી સાહિસ્તાની નથી.યુવતીએ અંતિમ ચિઠ્ઠીમાં લખ્યું છે, “મમ્મા પપ્પા સોરી મને માફ કરી દો. પણ મારી તો કોઇ ભૂલ જ નથી. મેં તો ખાલી કોઇથી મહોબ્બત કરી. સોરી પપ્પા મેં મરી જાવ કેમ કે, મે બધું વસ્તુથી કંટાળી ગઇ. બ્રિજેશને કેહજો કે, સોરી એણે મને કસમ આપીને રોકી હતી પણ મારે જીવવાથી કાંઇ ફાયદો નથી.

પપ્પા, મમ્મી ભૂલ તો મારી જ છે. એને મને કીધું કે, હું તારી સાથે શાદી કરવા તૈયાર છું પણ તારું ભવિષ્ય બગડશે.”તેણે આગળ એમ પણ લખ્યું છે કે, “મારા ઘરે તેલ લાવવાના પૈસા નથી. જે દિવસે મેં પૈસા કમાવવાનું શીખી જવાનો તે દિવસે તને છાતી ઠોકીન લઇ જવા. મમ્મી મેં મરી જાવને તો અલ્લાહના વાસ્તે એને કાંઇ કરતા નહીં એને માફ કરી દેજો. એક મારી ઉમ્મીદ છે કે મારી મૈયતમાં એને બોલાવજો. પ્લીઝ મમ્મી પપ્પા મને માફ કરી દેજો.”  તો બીજી તરફ યુવકનો પણ દાવો છે કે સાહિસ્તાને હું પાંચ વર્ષથી ઓળખું છું. તે આવું પગલું ના ભરી શકે.

Shah Jina