ખબર

BIG BREAKING : ગુજરાત સરકારની મહત્વની જાહેરાત, રાજ્ય સરકારે પ્રતિબંધોમાં આપી મોટી છૂટછાટ, જાણો વિગત

રાજયમાં કોરોના મહામારીને કારણે સરકાર દ્વારા કેટલાક નિયમો અને પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા હતા, તેમજ રાત્રિ કર્ફયુ પણ લાદવામાં આવ્યો છે, ત્યારે હવે કોરોનાના કેસ ઘટવાની સાથે સાથે સરકાર દ્વારા ધીરે ધીરે નિયમોમાં છૂટછાટ પણ અપાઇ રહી છે.

ગુજરાતમાં રાજ્ય સરકારે રાત્રી કર્ફ્યુને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે. 11 જૂન પછી નિયંત્રણોમાં થોડી રાહત આપવામાં આવશે તેવો રાજય સરકાર દ્વારા નિર્ણય લેવમાં આવ્યો છે. જેમાં હોટલ-રેસ્ટોરન્ટમાં બેસીને જમવાની છૂટ મળશે. 50 ટકાની સંખ્યામાં લોકો હોટલ-રેસ્ટોરન્ટમાં બેસી શકશે.

રેસ્ટોરન્ટ અને હોટલ 11 જૂનથી 26 જૂન સુધી સવારે 9થી સાંજેે 7 વાગ્યા સુધી 50 ટકાની સંખ્યામાં ચાલુ રાખી શકાશે. ટેકઅવે રાત્રે 9 વાગ્યા સુધી અને હોમ ડિલિવરી રાત્રે 12 વાગ્યા સુધી થઈ શકશે તેમજ રાત્રી કર્ફ્યુનો અમલ 11 જૂનથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી 26 જુનસુધી કરવાનો રહેશે.

તમામ દુકાનો, લારી-ગલ્લા, વાણિજ્યિક એકમો, માર્કેટયાર્ડ, હેર કટીંગ સલૂન, શોપિંગ કોમ્પલેક્સ, બ્યુટી પાર્લર વગેરે સવારે 9 થી સાંજના 7 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે, મુખ્યમંત્રીએ આ મર્યાદામાં એક કલાકનો વધારો કર્યો છે. લાઇબ્રેરી તેની બેઠક ક્ષમતાના 50 ટકા કેપેસીટી સાથે અને બાગ બગીચા પણ સવારે 6થી સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહેશે જીમ પણ 50 ટકા કેપિસિટી સાથે ખુલ્લુ રાખી શકાશે.

મુખ્યમંત્રીએ IELTS TOEFL વગેરે જેવી પરિક્ષાઓ યોજવાની છૂટ આપી છે, આ નિર્ણય વિદ્યાર્થીના હિતના ધ્યાનમાં રાખીને લેવાયો છે. રાજ્યના ધાર્મિક સ્થળો જાહેર જનતા માટે ખુલ્લાં રહેશે પરંતુ એક જ સમયે એક સાથે 50થી વધુ એકત્રિત ન થાય તેનું પાલન ચોક્કસપણે કરવાનું રહેશે, બસ સેવાઓ 60 ટકા પેસેન્જર સાથે ચાલુ રાખી શકાશે.

રાજયમાં કોઇ ધાર્મિક પ્રસંગ, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ સામાજિક કાર્યક્રમોમાં 50 વ્યક્તિની મર્યાદા રહેશે અને એસઓપીનું પાલન કરવાનું રહેશે.