શાહરૂખ ખાનની “પઠાણ”માં નીકળી આ 7 મોટી ભૂલ, લોજિક એવું કે પકડી લેશો માથું

“પઠાણ”માં પકડાઈ ગઈ આ 7 મિસ્ટેક, જોઈને કહેશો ઉલ્લુ બનાવી દીધા…

બોલિવુડના કિંગ ખાન અને બાદશાહ કહેવાતા શાહરૂખ ખાને 4 વર્ષ બાદ મોટા પડદા પર વાપસી કરી છે અને આ વાપસી ધમાકેદાર રહી છે. 25 જાન્યુઆરીએ સુપરસ્ટારની મોસ્ટ અવેટેડ ફિલ્મ “પઠાણ” રીલિઝ થઇ. આમ તો ફિલ્મના એડવાન્સ બુકિંગથી જ ખબર પડી ગઇ હતી કે આ વખતે શાહરૂખ બોક્સ ઓફિસ પર હંગામો મચાવવા પૂરી રીતે તૈયાર છે.

આ ફિલ્મમાં શાહરૂખ સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ છે. આ ફિલ્મમાં ફરી એકવાર શાહરીખ સાથે દીપિકાની જોડી જોવા મળી. ફિલ્મે 5 દિવસમાં જ ઘણા રેકોર્ડ તોડી નાખ્યા. ફિલ્મમાં એક્શન સીન અને VFXની ભરમાર છે. ભલે ફિલ્મ ખૂબ ચાલી પણ તમને જણાવી દઇએ કે, ફિલ્મમાં કેટલીક ભૂલ પણ છે, જે કદાચ તમે પકડી નહિ શકો.

ક્યાંથી આવ્યો બોમ્બ ? : ફિલ્મના એક સીનમાં શાહરૂખ ખાન ટ્રક ઉપરથી ઉડે છે અને આ દરમિયાન તે બાઇક પર હોય છે અને તેના બંને હાથ બાઇકના હેન્ડલ પર હોય છે. પણ આગળના જ સીનમાં શાહરૂખનો એક હાથ હેન્ડલ પરથી હટી જાય છે અને બોમ્બ જોવા મળે છે.

કેવી રીતે વધી ગઇ હાઇટ ? : ફિલ્મના એક સીનમાં શાહરૂખ ખાન એટલે કે પઠાણ અને જોન અબ્રાહમ એટલે કે જિમ લડવા માટે એકબીજા સામે ઊભા હોય છે. આ દરમિયાન શાહરૂખની હાઇટ જોનથી ઓછી દેખાય છે પણ આગળના જ સીનમાં જ્યારે શાહરૂખ જોનને કિક મારે છે તો અચાનક તે લાંબા થઇ જાય છે.

હેલ્મેટ બાદ પણ ના વિખેરાયા વાળ : ફિલ્મના એક સીનમાં જોન તેનું હેલ્મેટ ઉતારતો નજર આવે છે, પણ ખાસ વાત તો એ છે કે ઘણીવાર સુધી હેલ્મેટ પહેર્યુ હોવા છત્તાં પણ જોનના વાળ આમ તેમ વિખેરાયેલા નથી હોતા. જોનના વાળ એકદમ સેટ જોવા મળે છે, જેમ કે તેણે જેલ લગાવી રાખ્યુ હોય.

અચાનક આટલા દૂર થઇ ગયા પઠાણ ? : ફિલ્મના એક સીનમાં જોન અને શાહરૂખ બરફના ઉપર બાઇક પર ભાગતા નજર આવે છે. જોન આગળ હોય છે અને શાહરૂખ પાછળ. આ સીનમાં પહેલા તો બંનેની દૂરી ઘણી ઓછી નજર આવે છે પણ આગળના સીનમાં જ જ્યારે જોન બોમ્બ ફેંકે છે ત્યારે શાહરૂખ તેનાથી ઘણો દૂર નજર આવે છે.આખરે અચાનક આટલો બધો ડિસ્ટન્સ કેવી રીતે વધી ગયો.

અચાનક ક્યાંથી આવ્યા લોકો ? : ફિલ્મના એક સીનમાં શાહરૂખ ખાન ટ્રક પર ચઢી ગાર્ડને ગોળી મારે છે. જ્યારે શાહરૂખ ગોળી મારે છે તો ત્યાં કોઇ બીજુ નથી હોતુ પણ આગળના જ સીનમાં તે ટ્રક પર શાહરૂખ સામે બ્લૂ વર્દીમાં ગાર્ડ આવી જાય છે.

ક્યાં ગાયબ થઇ ગઇ ટ્રેન ? : ફિલ્મના એક સીનમાં એક હેલિકોપ્ટરમાં આગ લાગી જાય છે અને તે ગોળ ગોળ ફરી નીચે તરફ આવવા લાગે છે. આ દરમિયાન સામેથી રેલવે ટ્રેક પર એક ટ્રેન આવતી દેખાય છે. પણ આગળમા જ સીનમાં હેલિકોપ્ટર રેલવે ટ્રેકથી ટકરાય છે તો ફ્રેમમાં દૂર દૂર સુધી ક્યાંય ટ્રેન નથી જોવા મળતી.

કેવી રીતે નજીક આવી ગયા પઠાણ-જિમ ? : ફિલ્મના એક સીનમાં શાહરૂખ ખાન એટલે કે પઠાણ અને જોન અબ્રાહમ એટલે કે જિમ એક ટ્રક પર આમને સામને હોય છે. આ દરમિયાન બંનેનું ડિસ્ટન્સ વધારે હોય છે. પણ આગળના જ શોટમાં એક જ ફ્રેમમાં બંને ઘણા નજીક જોવા મળે છે. કમાલની વાત છે હો.

Shah Jina