મનોરંજન

બાહુબલી ફિલ્મની આ 10 ભૂલો પર શું તમારી નજર પડી? જોઈને પ્રભાસ પોતાનું માથું પકડી લેશે

ભારતીય સિનેમાના ઇતિહાસમાં હંમેશા માટે બાહુબલી ફિલ્મનું નામ ઉપર લખાઈ ચૂક્યું છે, ત્યારે આ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ એવો સવાલ લોકોના મનમાં ઉભો થયો હતો કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો. આ ફિલ્મે સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ બની ગઈ. તો બીજી તરફ આ ફિલ્મમાં ઘણી બધી ભૂલો પણ છે. તો આજે આપણે એવી જ કેટલીક ભૂલો વિશે આજે વાત કરીએ જેના પર ફિલ્મ જોતી વખતે તમારું ધ્યાન નહિ ગયું હોય –

બાહુબલી -1માં ભલ્લાલ દેવના દીકરાને બાહુબલી સાથે યુદ્ધ કરતા બતાવ્યો છે, પરંતુ બાહુબલી-2માં તેમની પત્ની બતાવી જ નથી. દેવસેના, શિવગામી, અવંતિકા બધા જ જોવા મળ્યા ફિલ્મમાં, પરંતુ ભલ્લાલની પત્ની ક્યાં છે? ભલ્લાલનો દીકરો તો બતાવે છે જેની હત્યા બાહુબલી ગળું કાપીને કરે છે. પણ આખરે તેની મા હતી કોણ ? આખી ફિલ્મમાં કશે પણ ભલ્લાલ દેવના લગ્ન કે પત્ની બતાવામાં નથી આવી.

Image Source

બાહુબલી – 2માં ભલ્લાલ દેવ પોતાની 125 ફુટ ઊંચી સોનાની પ્રતિમા બનાવડાવી હતી. પરંતુ જયારે એ પ્રતિમા પડી રહી હતી તો વળી જવાને બદલે તૂટી રહી હતી. શું તમે ક્યારેય સોનાને તૂટતાં જોયું છે?

Image Source

આ ફિલ્મના એક સીનમાં દેવસેના એક પાલખીમાં બેસીને જઈ રહી હોય છે ત્યારે અચાનક જ ડાકુ એને લૂંટવા માટે આવી જાય છે. પરંતુ અંદરથી દેવસેના બહાર આવે છે અને ડાકુઓને ચિટ કરી દે છે. લડાઈ કરતા કરતા એ તલવાર ચલાવે છે અને ડાકુઓ આમ ઉડયા-તેમ ઉડયા કરીને ઉડીને પાડવા લાગે છે. ત્યારે તો બધું જ બરાબર લાગે છે પરંતુ જો તમે આ સીન ધ્યાનથી જુઓ તો ખબર પડશે કે તલવાર અડ્યા વિના જ ત્રણ ડાકુઓ ઉડી ગયા હતા. આ તો કઈ પણ હતું. એટલું તો કરવું હતું કે બધાને થોડી-થોડી તલવાર અડાડી દેતે.

Image Source

ફિલ્મના કલાઇમેકસ દરમ્યાન એક સીન છે જ્યા બાહુબલીના દીકરા અને ભલ્લાલની લડાઈ ચાલી રહી હોય છે ત્યારે ભલ્લાલ પોતાની ગદાથી બાહુબલી પર વાર કરી રહ્યો હોય છે, વાર એટલો જોરદાર હોય છે કે કે ફર્શ તૂટી જાય છે. પણ ધ્યાનથી જોશો તો સમજાશે કે એક ભૂલ થઇ ગઈ કે ગદા પડતા પહેલા જ ફર્શ તૂટી જાય છે.

Image Source

ઢાલ ક્યાંથી પકડો છો ભાઈ? વધુ નહિ જણાવીએ, પણ આ ફિલ્મમાં ઢાલ ખૂબ જ મસ્ત રીતે વાપરવામાં આવી છે, પરંતુ ફિલ્મમાં એક સીનમાં દેખાય છે કે એક મોટી ઢાલ પકડવાનો હાથો તો છે જ નહિ, જે બીજા સીનમાં દેખાય છે. તો આ એક ભૂલ થઇ કે બાહુબલીએ આ ઢાલ પકડી કેવી રીતે હતી.

Image Source

બાહુબલી-1માં પ્રભાસ જયારે પહાડ પર ચઢી રહ્યા છે એ સમયે તેમના પગમાં કોઈ જૂત્તા નથી પણ જયારે તેઓ પહાડ પર પહોંચી જાય છે ત્યારે તેમના પગમાં જૂતા છે.

Image Source

બાહુબલી-1ના એક ગીતમાં અભિનેત્રી તમન્ના ભાટિયા નીલા રંગનો એક નૉટ વિનાનો ડ્રેસ પહેરેલી બતાવવામાં આવે છે, પણ જયારે ગીત ખતમ થાય છે ત્યારે તેના ડ્રેસમાં રિબિનની નૉટ લગાવેલી દેખાય છે.

Image Source

બાહુબલી-2માં એક સીનમાં દર્શાવવામાં આવે છે કે શિવગામી માથા પર અગ્નિકુંડ લઈને ખૂબ જ દૂરથી ચાલતી આવી રહી છે, પરંતુ તેમના ચહેરા પર પરસેવો પણ નથી, જયારે ભીડમાં ઉભેલા એક વ્યક્તિની છાતી પર પરસેવો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

Image Source

એ સીન તો સૌને યાદ હશે જ કે બાહુબલીની મા દેવસેના ભલ્લાલની ચિતા માટે કેવી રીતે લાકડીઓ વીણે છે. પરંતુ જયારે ધ્યાનથી જુઓ તો ખબર પડશે કે એ જગ્યા પર કોઈ વૃક્ષ જ ન હતું.

Image Source

બાહુબલી-2ના એક સીનમાં હાથીએ માત્ર સૂંઢ જ ઉઠાવી છે પરંતુ એક મહિલા પહેલેથી જ ડરેલા હાવભાવ આપી રહી છે. જયારે હાથી લોકો તરફ દોડે છે ત્યારે લોકો ડરીને ભાગે છે પણ એમાં એક છોકરો હસતો દેખાય રહ્યો છે.

Image Source

આપણા બધાની ફેવરેટ આ ફિલ્મમાં બીજી પણ ઘણી ભૂલો છે, પણ આપણે અહીં ગણતરીની જ ભૂલોનો ઉલ્લેખ કર્યો છે. તો જો તમને પણ આવી બીજી ભૂલો આ ફિલ્મોમાં ધ્યાન આવે તો નીચે કોમેન્ટમાં અમને જણાવજો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.