7 નંબર વાળા ને જોઈને કહેશો આ તો બાપ દીકરી…
બોલીવુડના અભિનેતા શાહિદ કપૂર પોતાનો જન્મ દિવસ 25 ફેબ્રુઆરીના રોજ ઉજવે છે. તે પોતાની ફિલ્મોના સિવાય પોતાના વ્યક્તિગત જીવનને લીધે પણ ચર્ચામાં રહે છે. શાહિદ કપૂરે વર્ષ 2015 માં મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા હતા. મીરા શાહિદ કરતા ઉંમરમાં 13 વર્ષ નાની છે. જો કે તેના સિવાય બોલીવુડમાં ઘણી એવી લોકપ્રિય જોડીઓ છે જેઓમાં ઉમંરનું અંતર ખુબ વધારે છે. આવો તો તમને જણાવીએ આવી જોડીઓ વિશે.
1. નિક જૉનસ અને પ્રિયંકા ચોપરા:
બોલીવુડની દેસી ગર્લ પ્રિયંકા ચોપરાએ વર્ષ 2018 માં વિદેશી બોયફ્રેન્ડ નિક જૉનસ સાથે લગ્ન કર્યા હતા. પ્રિયંકા અને નિકએ લાંબા સમય સુધી એકબીજા સાથે ડેટ કર્યા પછી લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. જણાવી દઈએ કે નિક ઉંમરમાં પ્રિયંકા કરતા 10 વર્ષ નાના છે.
2. સૈફ અલી ખાન અને કરીના કપૂર:
View this post on Instagram
બંન્ને વચ્ચે 10 વર્ષનું અંતર છે. ફિલ્મ ટશનના સેટ પર બંન્ને વચ્ચે પ્રેમ શરૂ થયો હતો. આજે બંનેનો એક દીકરો તૈમુર છે અને તેઓ ખુબ જ ખુશ છે.
3. સૈફ અલી ખાન અને અમૃતા સિંહ:

અમૃતા સિંહે વર્ષ 1991 માં પોતાનાથી 10 વર્ષ નાના અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. જો કે વર્ષ 2004 માં તેઓના છૂટાછેડા થઇ ગયા હતા અને જેના પછી સૈફે કરીના સાથે લગ્ન કર્યા હતા. લગ્નના સમયે સૈફ અલી ખાન 21 વર્ષના અને અમૃતા સિંહ 31 વર્ષની હતી.
4. પ્રકાશ રાજ અને પોની:

વૉન્ટેડ અને સિંઘમ જેવી ફિલ્મોમાં વિલેનના સ્વરૂપે જોવા મળેલા અભિનેતા પ્રકાશ રાજ અને તેની પત્ની પોની વચ્ચે 12 વર્ષનું અંતર છે. જણાવી દઈએ કે પોની પ્રકાશની બીજી પત્ની છે. બંન્નેએ વર્ષ 2010 માં લગ્ન કર્યા હતા.
5. હેમા માલિની અને ધર્મેન્દ્ર:

બોલીવુડની ડ્રિમ ગર્લ હેમા માલિની અને ધર્મેન્દ્રની જોડીને દરેક કોઈ પસંદ કરે છે. બંન્નેની મુલાકાત વર્ષ 1970 માં આવેલી ફિલ્મ ‘શરાફત’ના સેટ પર થઇ હતી. બંન્ને વચ્ચે પ્રેમ ‘મૈં હસીન તું જવાન’ના સેટ પર થઇ હતી. બંન્ને વચ્ચે એટલો પ્રેમ હતો કે ધર્મેન્દ્રએ હેમા સાથે લગ્ન કરવા માટે પોતાની પહેલી પત્નીથી અલગ થઇ ગયા હતા અને ધર્મ પરિવર્તન પણ કરી નાખ્યો હતો. બંન્ને વચ્ચે 13 વર્ષનું અંતર છે.
6. રાજેશ ખન્ના અને ડિમ્પલ કપાડિયા:

અભિનેતા રાજેશ ખન્નાએ પોતાનાથી 15 વર્ષ નાની ડિમ્પલ કપાડિયા સાથે લગ્ન કર્યા હતા. બંન્નેએ વર્ષ 1973 માં લગ્ન કર્યા હતા ત્યારે ડિમ્પલની ઉંમર માત્ર 16 વર્ષની જ હતી.
7. સંજય દત્ત અને માન્યતા દત્ત:
માન્યતા દત્ત અને સંજય દત્ત વચ્ચે 20 વર્ષનું મોટું અંતર છે. માન્યતાએ પોતાનાથી 20 વર્ષ મોટા સંજય દત્ત સાથે લગ્ન કર્યા છે. બંન્નેની જોડી બોલિવુડમાં બેસ્ટ જોડીઓમાંની એક માનવામાં આવે છે.
8. દિલીપ કુમાર અને સાયરા બાનો:

દિલીપ કુમાર અને સાયરા બાનો વચ્ચે 22 વર્ષનું અંતર છે. લગ્ન વખતે દિલીપ કુમારની ઉંમર 44 વર્ષ અને સાયરા બાનોની ઉંમર માત્ર 22 વર્ષ જ હતી.
9. મિલિંદ સોમન અને અંકિતા કંવર:
View this post on Instagram
પોતાની ફિટનેસ માટે ઓળખાતા મિલિંદે લાંબા સમય સુધી ડેટ કર્યા પછી અંકિતા સાથે લગ્ન કર્યા હતા. મિલિંદની ઉંમર 52 વર્ષ અને અંકિતા માત્ર 26 વર્ષની છે. અંકિતા મિલિંદ કરતા 26 વર્ષ નાની છે.
10. કબીર બેદી અને પરવીન દુસાંજ:

અભિનેતા કબીર બેદી અને તેની પત્ની પરવીન વચ્ચે ઉંમરનું અંતર જાણીને તમે હેરાન રહી જશો. બંન્ને વચ્ચે પુરા 29 વર્ષનું અંતર છે. કબીરની ચોથી પત્ની પરવીન તેની દીકરી પૂજા બેદી કરતા પણ ચાર વર્ષ નાની છે.