આફતાબના મા-બાપને હતી દીકરાની કરતૂતની જાણ ? પાડોશીએ કર્યો મોટો ખુલાસો…જાણો

આફતાબના પાડોશીઓનો મોટો ખુલાસો, મા-બાપને ખબર હતી દીકરાની કરતૂત, વારદાત પછી….

શ્રદ્ધા હત્યા કેસમાં સતત નવા ખુલાસા થઇ રહ્યા છે. આફતાબના પાડોશીઓએ ખુલાસો કર્યો કે તેના માતા-પિતાને આ ઘટનાની જાણ હતી, કદાચ આ જ કારણ છે કે તેઓએ મુંબઇનું પોતાનું ઘર શિફ્ટ કર્યું હતું. કારણ કે આ પરિવાર છેલ્લા 18 થી 20 વર્ષથી આ બિલ્ડીંગમાં રહેતો હતો. આફતાબના પાડોશી અબ્દુલ્લા ખાને કહ્યું કે, આફતાબ 15 દિવસ પહેલા અહીં આવ્યો હતો.

તેણે તેના માતા-પિતાને શ્રદ્ધાથી અલગ થવાની વાત કહી. આ પછી જ્યારે પોલીસ અહીં આવી તો તેનો પરિવાર અહીંથી શિફ્ટ થઈ ગયો. તેના માતા-પિતા બધુ જાણતા હતા.” શ્રદ્ધા હત્યા કેસમાં મૃતકના પિતાએ ‘લવ જેહાદ’ એંગલની પણ તપાસની માંગ કરી છે.

આ સાથે ભાજપ નેતા ગિરિરાજ સિંહે પણ આશંકા વ્યક્ત કરતા નિશાન સાધ્યું છે. શ્રદ્ધાના પિતાનું કહેવું છે કે તેમને લવ જેહાદના એન્ગલ પર શંકા છે. સાથે જ તેણે કહ્યું કે અમે આફતાબને ફાંસીની સજાની માંગણી કરીએ છીએ. મને દિલ્હી પોલીસ પર વિશ્વાસ છે અને તપાસ યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. શ્રદ્ધા તેના કાકાની ખૂબ જ નજીક હતી, મારી સાથે બહુ વાત કરતી નહોતી.

હું ક્યારેય આફતાબના સંપર્કમાં નહોતો. શ્રદ્ધાની હત્યાના થોડા દિવસો બાદ આફતાબે ડેટિંગ એપ દ્વારા અન્ય એક યુવતીને પ્રેમની જાળમાં ફસાવી હતી. 20 થી 25 દિવસ પછી, આફતાબ છોકરીને છતરપુરના એ જ ઘરમાં લાવ્યો, જ્યાં તેણે શ્રદ્ધાની હત્યા કરી હતી અને તેના શરીરના અંગો છુપાવીને રાખ્યા હતા.

શ્રદ્ધાના શરીરના અંગો ઘરમાં પડેલા હતા અને આફતાબ તે અન્ય યુવતી સાથે સંબંધ બાંધતો હતો. હત્યા બાદ આફતાબે શ્રદ્ધાના મૃતદેહના ટુકડાઓ ફ્રીજમાં તેમજ અલમારીમાં સંતાડી દીધા હતા.સોસાયટીના સેક્રેટરીએ કહ્યું કે આફતાબના પરિવારના ઠેકાણા વિશે તેમની પાસે કોઈ માહિતી નથી અને તેણે આપેલો મોબાઈલ નંબર પણ બંધ છે.આ સિવાય દિલ્હી પોલીસે આ કેસના સંબંધમાં શ્રદ્ધા અને આફતાબના મિત્રો અને સંબંધીઓની ધરપકડ કરી છે.

લોકોને બોલાવીને તેમના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. મીડિયા અહેવાલો અનુસાર, આરોપી આફતાબ શ્રદ્ધા સાથે મુંબઈના કેની એપાર્ટમેન્ટ, રીગલ એપાર્ટમેન્ટ અને વ્હાઇટ હિલ્સ એપાર્ટમેન્ટમાં રોકાયો હતો. શ્રદ્ધા કેસની તપાસ માટે દિલ્હી પોલીસની એક ટીમ શુક્રવારથી મહારાષ્ટ્રના વસઈ વિસ્તારમાં કેમ્પ કરી રહી છે.

આફતાબ અમીન પૂનાવાલાએ કથિત રીતે તેની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વોકરનું ગળું દબાવી હત્યા કરી હતી અને તેના શરીરના 35 ટુકડા કરી દીધા હતા અને તેને દિલ્હીના મહેરૌલી જંગલમાં ફેંકી દીધો હતો. ગયા અઠવાડિયે, શ્રદ્ધાના પિતાની ફરિયાદ પર દિલ્હી પોલીસે છ મહિના જૂના હત્યા કેસનો પર્દાફાશ કર્યો અને આફતાબ અમીન પૂનાવાલાની ધરપકડ કરી. આરોપી હાલ પોલીસ રિમાન્ડ પર છે.

Shah Jina