આર્યન ખાન ‘મન્નત’માં મમ્મી ગૌરી અને પપ્પા શાહરૂખ ખાને લીધો આ મોટો નિર્ણય!

બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન છેલ્લા કેટલાક દિવસો જેલમાં રહ્યા બાદ હવે પોતાના ઘર મન્નત પાછો આવી ગયો છે. આર્યનને જેલમાંથઈ બહાર નીકાળવા માટે શાહરૂખ ખાન અને ગૌરી ખાનને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો પરંતુ અંતે શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને હાઇકોર્ટે જામીન આપી હતી અને તે બાદ બધી પ્રોસેસ પૂર્ણ થયા પછી તે મન્નત પાછો આવ્યો હતો. શાહરૂખ અને ગૌરી માટે કદાચ આ વર્ષનો ઓક્ટોબર મહીનો એવો હશે જે તેઓ ભૂલી શકશે.

શાહરૂખ અને ગૌરીએ દીકરો આર્યન મન્નત પરત ફર્યા બાદ રાહતનો શ્વાસ લીધો હતો. 28 દિવસ બાદ જામીન મળ્યા અને તે બાદ આર્યન ખાન ઓર્થર રોડ જેલથી ઘરે આવ્યો હતો. આર્યનના ઘરે આવતાની સાથે જ શાહરૂખ ખાન અને ગૌરી ખાને તેના માટે કેટલાક મોટા મોટા નિર્ણયો લીધા છે. આ નિર્ણયનો આર્યનને માનવા પડશે. ગૌરી અને શાહરૂખ ઇચ્છે છે કે આર્યન તેની લાઇફમાં ફરીથી રૂટિનમાં આવી જાય. શાહરૂખ અને ગૌરી આર્યનને ઘણો પ્રેમ કરે છે અને જેલમાંથી બહાર આવ્યા બાદ તેઓ તેમના દીકરાને આંખોની સામે રાખવા માંગે છે. તેમણે આર્યન માટે કડક નિર્ણયો પણ બનાવ્યા છે.

બોલિવૂડ લાઈફના રીપોર્ટ અનુસાર, આર્યન ખાનની સુરક્ષાને જોતા હવે શાહરૂખ ખાનનો બોડીગાર્ડ રવિ તેની સાથે રહેશે અને આર્યન ખાન તેમને માહિતી આપતો રહેશે. રવિ સિંહ આર્યનને આર્થર રોડ જેલમાંથી ઘરે પરત લેવા ગયો હતો. આ દરમિયાન તેણે આર્યનને મીડિયા સમક્ષ ન આવે તે માટેનું ખૂબ જ ધ્યાન રાખ્યુ હતુ અને જેલમાંથી બહાર આવ્યા બાદ તરત જ તેને ગાડીમાં બેસાડી અને મન્નત લઇ ગયો હતો. રવિ સિંહ હંમેશા શાહરૂખ ખાનની સાથે પડછાયાની જેમ રહેતો હતો, પરંતુ હવે તે આર્યન ખાનનો પર્સનલ બોડીગાર્ડ બની ગયો છે. રવિ સિંહ આર્યન ખાન જ્યાં પણ જાય તે દરેક સમયે તેની સાથે રહેશે.

આર્યનના જેલમાં ગયા બાદ અને જમાનત ન મળતા ગૌરી ખાન ખૂબ જ દુખી થઇ ગઇ હતી અને તે અંદરથી તૂટી ગઇ હતી. ગૌરી આર્યનના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ ચિંતિત છે, તેથી તેણે આર્યન માટે કડક રૂટિન પ્લાન કર્યુ છે. શાહરૂખ અને ગૌરીનો પ્રિય આર્યન લાંબા સમયથી ઘરથી દૂર હતો, એવું લાગે છે કે બંનેએ તેમના જીવનમાં ફરીથી કંઈક શિસ્ત લાવવાનું આયોજન કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગૌરી ખાને આર્યન ખાન માટે જાગવાનો સમય, સૂવાનો સમય અને ઘણું બધું નક્કી કર્યું છે. તેની ખાવાની આદતો અને ફિટનેસ રૂટિનનું પણ ધ્યાન રાખવામાં આવે છે.

રીપોર્ટ અનુસાર આર્યન ખાન પણ તેના માતાપિતા દ્વારા બનાવેલા આ નિયમોનું પાલન કરી રહ્યો છે. તેણે કથિત રીતે હળવા યોગથી શરૂઆત કરી છે. શાહરૂખ ખાને આર્યન ખાન માટે વાચવાની અને જોવાની વસ્તુઓની યાદી બનાવી છે. આ બધાની વચ્ચે શાહરૂખ ખાન અને ગૌરી ખાન મોટાભાગનો સમય તેમના પુત્ર સાથે વિતાવી રહ્યા છે.

Shah Jina