ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દરેક વર્ષે હજારો ફિલ્મો બનતી હોય છે જેમાંની અમુક નાના બજેટની હોય છે તો અમુક મોટા બજેટની. પણ ફિલ્મ ચાલશે કે નહીં તે ફિલ્મના બજેટ પર બિલકુલ પણ નિર્ભર નથી કરતું. ઘણીવાર એવું બનતું હોય છે કે ફિલ્મોમાં ખુબ પૈસા લગાવ્યા છતાં પણ તે ફ્લોપ રહે છે અને ઘણીવાર ઓછા પૈસામાં બનેલી ફિલ્મો પણ મોટો ધમાલ મચાવી દેતી હોય છે. એવામાં આજે અમે તમને એવી જ અમુક મોટા બજેટની ફિલ્મો વિશે જણાવીશું, જેમાંની અમુક કામિયાબ રહી તો અમુક રહી ફ્લોપ.
1. દિલવાલે=165 કરોડ:

લાંબા સમય પછી શાહરુખ ખાન અને કાજોલની જોડીએ આ ફિલ્મ દ્વારા એન્ટ્રી લીધી હતી. દર્શકોને લાગતું હતું કે આ ફિલ્મ સુપરહિટ સાબિત થશે પણ આવું થઇ શક્યું ન હતું અને ફિલ્મ પર 165 કરોડ લગાવ્યા હોવા છતાં પણ તે ફ્લોપ સાબિત થઇ.
2. ધૂમ-3=175 કરોડ:

175 કરોડ રૂપિયાના ખર્ચથી આ ફિલ્મનું નિર્દેશન વિજય કૃષ્ણા આચાર્યએ કર્યું હતું. ફિલ્મમાં આમિર ખાન અને કૈટરિનાની જોડીને દર્શકો દ્વારા પસંદ કરવા આવી હતી.
3. બાહુબલી:ધ બિગિનિંગ=180 કરોડ બજેટ:
ફિલ્મ બાહુબલી બ્લોકબસ્ટર સાબિત થઇ હતી. ફિલ્મમાં પ્રભાસ, તમન્ના ભાટિયા, અનુષ્કા શેટ્ટી મુખ્ય કિરદારમાં હતા. ફિલ્મ પર 180 કરોડ લગાવવામાં આવ્યા હતા. જો કે તેનો બીજો ભાગ પણ સુપરહિટ રહ્યો હતો.
4. રેસ-3=185 કરોડ:
View this post on Instagram
Who will survive this race of life? Watch #Race3 only on @PrimeVideoIN amzn.to/2KXI6t7
કોઈ ખાસ કહાની વગર જ આ ફિલ્મ પર 185 કરોડ રૂપિયા લગાવવામાં આવ્યા હતા. રેમો ડિસુઝા દ્વારા બનાવેલી આ ફિલ્મ દર્શકોને પસંદ આવી ન હતી.
5. ઝીરો=200 કરોડ:

શાહરુખ ખાન, કૈટરીના કૈફ અને અનુષ્કા શર્માની ફિલ્મ ઝિરો કઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી. ફિલ્મમાં એનિમેશનનો ખુબ ઉપીયોગ કરવામાં આવ્યો હતો, જેના માટે 200 કરોડ લગાવવામાં આવ્યા હતા.
6. ટાઇગર ઝિંદા હૈં=210 કરોડ:
બોક્સ ઓફિસ પર આ ફિલ્મને ઠીક-ઠીક પ્રતિભાવ મળ્યો હતો. ફિલ્મ 210 કરોડમાં બનાવવામાં આવી હતી. ફિલ્મમાં કીટરીના કૈફ અને સલમાન ખાન મુખ્ય ભૂમિકામાં હતા.
7. પદ્માવત=215 કરોડ:
ફિલ્મ પદ્માવતને બનાવવામાં સંજય લીલા ભંસાલીએ 215 કરોડ લગાવ્યા હતા. ફિલ્મમાં રણવીર સિંહ, શાહિદ કપૂર અને દીપિકા પાદુકોણ મુખ્ય કિરદારમાં હતા. ફિલ્મને લઈને ખુબ વિવાદ પણ સર્જાયો હતો.
8. ઠગ્સ ઓફ હિન્દોસ્તાન=300 કરોડ બજેટ:
ફિલ્મને લઈને લોકોમાં ખુબ ઉત્સાહ જોવા મળ્યો હતો, જેનું એક કારણ ફિલ્મમાં મિસ્ટર પરફકેશનીસ્ટ તરીકે ઓળખાતા અભિનેતા આમિર ખાન અને અમિતાભ બચ્ચન, કૈટરીના કૈફ જેવા કિરદારો હતા. જો કે ફિલ્મનું ટ્રેલર સામે આવતા જ દર્શકોમાં નિરાશા આવી ગઈ હતી અને ફિલ્મના રિલીઝ પછી તે ફ્લોપ સાબીત થઇ. આમિર ખાનના કેરિયરની આ સૌથી ખરાબ ફિલ્મ સાબિત થઇ હતી. ફિલ્મ પર 300 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
9. સાહો=350 કરોડ બજેટ:
બાહુબલી ફિલ્મ દ્વારા દર્શકોના દિલોમાં ખાસ જગ્યા બનાવનારા અભિનેતા ફિલ્મ સાહો માં કઈ ખાસ કમાલ દેખાડી શક્યા ન હતા. ફિલ્મને બનાવવામાં 350 કરોડનો ખર્ચ થયો હતો.
10. 2.0=570 કરોડ બજેટ:

અભિનેતા રજનીકાન્ત અને અક્ષય કુમારની આ ફિલ્મમાં 543 કરોડ રૂપિયા લગાવવામાં આવ્યા હતા. આ એક વિજ્ઞાન પર આધારિત ફિલ્મ હતી, જેમાં ટેક્નોલૉજી ખુબ દેખાડવામાં આવી હતી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.