રસ્તા ઉપર ચાલી રહ્યા હતા બે ભાઈઓ, અચાનક કૂતરાએ કર્યો હુમલો, પછી નાના ભાઈને બચાવવા મોટાભાઈએ જે કર્યું તે તમારું દિલ જીતી લેશે, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા ઉપર રોજ હજારો વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જે જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. ઘણીવાર તો વીડિયોની અંદર એવી પ્રેમાળ ક્ષણો પણ આવે છે જેને વારંવાર જોવાનું મન થાય અને તે આપણું દિલ પણ જીતી લેતી હોય છે.

હાલ સોશિયલ મીડિયામાં એક એવી જ ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે લોકોનું દિલ જીતી રહ્યો છે. આ વીડિયોની  અંદર મોટો ભાઈ નાના ભાઈને બચાવતો જોવા મળી રહ્યો છે અને નાના ભાઈને બચાવવા માટે જે કરે છે તે કોઈનું પણ દિલ જીતી શકે તેમ છે અને એટલે જ માત્ર થોડી સેકેંડની આ કલીપ પણ ખુબ જ વાયરલ થઇ ગઈ.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે બે ભાઈઓ રસ્તા ઉપર ચાલી રહ્યા છે, ત્યારે જ સામેથી એક કૂતરું આવે છે અને તે તેમની તરફ આવવા માટે જાય છે ત્યારે જ મોટો ભાઈ નાના ભાઈને સાચવતા કુતરાને દૂર ભગાડવાના પ્રયત્નો કરે છે, કૂતરું ફરી પાછું તેમની તરફ આવે છે તો મોટાભાઈ નાનાભાઈ ઉપર એક હાથ રાખી અને બીજા હાથથી કૂતરાને ભગાડતો જોવા મળી રહ્યો છે.

વીડિયોમાં એ પણ જોવા મળી રહ્યું છે કે ઠંડીની મોસમ હોવાના કારણે મોટાભાઈએ નાના ભાઈને શોલ ઓઢાઢી દીધી છે. તો મોટાંભાઈના પગમાં મોટા મોટા બુટ પણ જોવા મળી રહ્યા છે અને તેના દ્વારા જ તે કુતરાને ભગાડે છે. આ વાયરલ વીડિયોને જોઈને ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે ભાઈ હોય તો આવો.

Niraj Patel