BIG BREAKING NEWS : ભારતીય સેનાએ POKમાં આતંકી કેમ્પોનો ખાત્મો બોલાવ્યો, 5 પાકિસ્તાની સૈનિક ઠાર

0
2

ઇન્ડિયન આર્મીએ POK માં તંગધાર સેક્ટર પાસે આતંકવાદીઓના અડ્ડાઓ પર મોટી કાર્યવાહી કરી છે. ભારતીય આર્મીએ પીઓકેમાં આવેલા આતંકવાદીઓના અડ્ડાને નિશાન બનાવ્યા. સેનાની કાર્યવાહીમાં આતંકવાદીઓના કેમ્પ નાશ થયા છે. સેનાએ આર્ટિલરી ગનનો ઉપયોગ કરી આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો છે. ઘણા સમયથી પાકિસ્તાન સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યુ છે. પાકિસ્તાન ફાયરિંગની આડમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવે છે. તેના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. આ કાર્યવાહીમાં ભારતીય સેનાએ ઘણા આતંકી ઠેકાણાઓને નષ્ટ કર્યા છે. આ ઉપરાંત ઘણા લોન્ચિગ પેડને નષ્ટ કર્યા છે.

આ કાર્યવાહીમાં પાકિસ્તાન તરફ મોટા પાયે ખુવારી થઈ છે અને નુકસાન પણ થયું છે.અહેવાલો મુજબ ભારતીય આર્મીએ PoKના નીલમ ઘાટ વિસ્તારમાં આવેલા ત્રાસવાદી અડ્ડાઓને નિશાન બનાવ્યા હતા.અહેવાલો અનુસાર ઓછામાં ઓછા સાત ત્રાસવાદી અડ્ડાનો નાશ કરી દેવાયો છે અને આશરે 22 જેટલા ત્રાસવાદીઓને પણ ખતમ કરી દેવામાં આવ્યા છે, જેઓ જૈશ-એ-મોહમ્મદ તથા લશ્કર-એ-તૈબા સંગઠનના હતા. ભારતના હુમલામાં 5 જેટલા પાકિસ્તાની સૈનિકો પણ માર્યા ગયા છે.અહેવાલ અનુસાર અંજામ આપવા માટે ભારતીય આર્મી ટીમે આર્ટિલરી ગનનો ઉપયોગ કર્યો હતો. જે કાર્યવાહીમાં પાકિસ્તાનના ઘણા આતંકી કેમ્પો ભસ્મીભૂત થઈ ગયા હતા. મોટાભાગના આતંકી કેમ્પો ભસ્મ થઈ ગયા છે અને ત્યાં ધુમાડા સિવાય કશું જ નથી દેખાતું. સાથે સાથે ઘણા લોન્ચિંગ પેડને તબાહ કરી દેવામાં આવ્યા છે.પાકિસ્તાની સેનાએ વારંવાર સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે.નોંધનીય છે કે, J & K ના તંગધારમાં પાકિસ્તાની સેનાએ ફરી એકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરતાં ફાયરિંગ કર્યું. મળતા અહેવાલો પ્રમાણે પાકિસ્તાન તરફથી મોર્ટાર પણ છોડવામાં આવ્યા. જેના કારણે તંગધારનું એક ઘર અને ચોખાનું ભંડાર ગૃહ સમગ્રપણે ધ્વસ્ત થઈ ગયું અને તેમાં આગ લાગી ગઈ. આ ઘટનામાં બે કાર, બે ગૌશાળા અને 19 ઘેટાંના પણ મોત થયા છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here