મનોરંજન

બિગબોસની અભિનેત્રીએ કર્યો આપઘાતનો પ્રયાસ, હેરાન કરવા વાળું કારણ આવ્યું સામે

બિગ બોસની આ હિરોઈન સ્યુસાઇડ કરવા ગઈ તો ખરા પણ…

દેશભરમાં આપઘાતના કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે ત્યારે હાલમાં જ ખબર આવી રહી છે કે કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને કન્નડ બિગ બોસમાં પ્રતિસ્પર્ધી રહી ચુકેલી ચૈત્રા કોટુરે આપઘાત કરવાનો પ્ર્યાસ કર્યો છે. ગુરુવારના રોજ તેને પોતાના ઘરે જ ફિનાઈલ પી અને પોતાનો જીવ લેવાનો પ્રયત્ન કર્યો હતો. ઘટનાની તરત બાદ જ અભિનેત્રીને હોસ્પિટલ લઇ જવામાં આવી, જ્યાં હાલમાં તેની હાલત સ્થિર બતાવવામાં આવી રહી છે.

થોડા દિવસ પહેલા જ ચૈત્રાએ બિઝનેસમેન નાગાર્જુન સાથે લગ્ન કર્યા હતા. તેને આની જાહેરાત પોતાના લગ્નની તસવીર શેર કરીને કરી હતી. મીડિયામાં છપાયેલી ખબર પ્રમાણે નાગાર્જુનનો પરિવાર લગ્ન માટે તૈયાર નહોતો. આ મામલો સામે આવ્યા બાદ નાગાર્જુનનું કહેવું હતું કે કેટલાક લોકોના મજબુર કયર બાદ તેને ચૈત્રા સાથે પોતાની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા.

ગત 28 માર્ચના રોજ નાગાર્જુન અને ચૈત્રાની તસ્વીર સામે આવી હતી. જે ખુબ જ વાયરલ પણ થઇ હતી. વાયરલ તસ્વીરમાં બંને લગ્ન બાદ મંદિરમાં ઉભેલા નજર આવ્યા હતા. ચૈત્રા નાગાર્જુન સાથે ઘણા લાંબા સમયથી રિલેશનમાં હતી. આ લગ્ન દરમિયાન ચૈત્રાના પરિવારજનો પણ હાજર હતા અને લગ્ન ખુબ જ સાદાઈથી કરવામાં આવ્યા હતા.

લગ્ન બાદ જયારે ચૈત્રા નાગાર્જુનના ઘરે ગઈ ત્યારે તેને ઘરમાં નહોતી જવા દેવામાં આવી. ત્યારબાદ બંનેને ઘરવાળાએ ઘરની બહારનો રસ્તો બતાવી દીધો હતો. સાથે એમ પણ કહ્યું હતું કે તેમના લગ્ન અમાન્ય છે.

આ બધી જ વાતો ચૈત્રાએ પોલીસને આપેલા પોતાના નિવેદનમાં જણાવી હતી. આ સાથે જ ચૈત્રાએ એમ પણ જવું હતું કે નાગાર્જુન લગ્નને સતત ટાળી રહ્યો હતો. ત્યારબાદ ચૈત્રાના ઘરવાળા અને સમાજના લોકો દ્વારા સમજાવ્યા બાદ તે લગ્ન માટે તૈયાર થયો હતો.