ખબર

વાહ, આ શહેરમાં ઉદ્યોગો ફરી ધમધમતા થશે, ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત

રાજ્યમાં કોરોનાના કેસમાં દરરોજ વધારો થતો જાય છે. કોરોનાનો આંકડો 8544 સુધી પહોંચી ગઈ છે. આ વચ્ચે મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે અગત્ય જાહેરાત કરી છે.

Image source

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના તમામ જિલ્લા કલેકટરો, મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા પોલીસ વડાઓ અને રેન્જ આઇ.જી. સાથે વિડીયો કોન્ફરન્સ બેઠક યોજી હતી. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, 14મી મે, ગુરુવારથી રાજકોટમાં જિલ્લા કલેક્ટરની મંજૂરીથી ઉદ્યોગ-ધંધા શરૂ કરવામાં આવશે. કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં ઉદ્યોગ ધંધો, ઇન્ડસ્ટ્રીને ફરીથી ચાલુ કરવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામા આવી છે.

Image source

રાજકોટનો સમાવેશ અગાઉથી જ ઓરેન્જ ઝોનમાં કરવામાં આવ્યો હતો. પરંતુ એક અઠવાડિયા સુધી કોઇ ઉદ્યોગો શરૂ કરવામાં ન આવે તેવી સૂચના જિલ્લા વહિવટી તંત્રને આપવામાં આવી હતી. છેલ્લા એકાદ અઠવાડિયામાં નવો કેસ ન નોંધાતા સરકારે આજે નિર્ણય કર્યો છે કે ગુરુવાર 14 મેના રોજથી રાજકોટ શહેરમાં પણ ઉદ્યોગ ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવશે.

Image source

રાજકોટમાં ઉદ્યોગો ધમધમતાની જાહેરાત વચ્ચે ઉદ્યોગકારોને કેટલાક નિયમો બનાવ્યા છે, તેનું પાલન કરવાનું રહેશે. જેમ કે ઉધોગ કે કારખાનામાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, કામદારોનો ટાઈમ નક્કી કરવો પડશે.

Image source

એટલું જ નહીં દરેક કામદારોનું હેલ્થ ચેકઅપ કરવું પડશે. લક્ષણો ચેક કરી, કામદારોનું હેલ્થ ચેકઅપ જરૂરી બનાવવામાં આવ્યું છે. હાલ પરંતુ રાજકોટમાં કન્ટેન્મેન્ટ સિવાયના વિસ્તારમાં ઈન્ડસ્ટ્રીઝ શરૂ થશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.