આત્મહત્યા વાળા દિવસે જ અભિનેત્રીએ ફીમેલ ફ્રેન્ડ સાથે શેર કરી હતી તસવીર, કહ્યું હતું કે હું તને ખુબ જ પ્રેમ…

કોલકાતામાં જે રીતે બેક ટુ બેક અભિનેત્રીઓના મોતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, તેનાથી ચાહકો પરેશાન છે. અભિનેત્રી અને મોડલ બિદિશા ડેનું 25 મેના રોજ નિધન થયું હતું. અભિનેત્રીનો મૃતદેહ કોલકાતામાં સ્થિત તેના ફ્લેટમાંથી મળી આવ્યો હતો. 21 વર્ષીય બિદિશા ડેના મોતથી ઈન્ડસ્ટ્રી ચોંકી ગઈ હતી. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. આ દરમિયાન બિદિશા ડે કેસમાં મોટો વળાંક જોવા મળી રહ્યા છે. એવા અહેવાલો છે કે બિદિશા લેસ્બિયન હતી.

જે દિવસે બિદિશાનું અવસાન થયું તે દિવસે તેણે તેની ફીમેલ ફ્રેન્ડ સાથે એક ફોટો શેર કર્યો હતો. આ ફોટામાં બિદિશા તેની ફીમેલ મોડલ મિત્ર સાથે જોવા મળી રહી છે. તસવીરમાં બંનેની કેમેસ્ટ્રી બધાનું ધ્યાન ખેંચી રહી છે. ફેસબુક પર શેર કરવામાં આવેલ આ ફોટોની સાથે બિદિશાએ કેપ્શન લખ્યું- love u bou. આનંદ બજાર પત્રિકાના અહેવાલ મુજબ, બિદિશાએ તેની પોસ્ટમાં bou લખ્યું છે જેનો અર્થ થાય છે પત્ની.પોલીસ બિદિશાના પરિવારજનો અને મિત્રોની પૂછપરછ કરી રહી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે મૃતદેહ પાસે એક સુસાઈડ નોટ મળી છે જેમાં લખવામાં આવ્યું છે કે કરિયરમાં તકો ન મળવાને કારણે તેણે આત્મહત્યા કરી રહી છે. જો કે, પોલીસને આ સુસાઈડ નોટ કોઈ હેન્ડરાઈટિંગ એક્સપર્ટ દ્વારા તપાસવામાં આવશે .બિદિશાના મિત્રોએ દાવો કર્યો છે કે તે તેના બોયફ્રેન્ડથી ગુસ્સે હતી અને ડિપ્રેશનમાં રહેતી હતી. સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બિદિશા હોમોસક્સ્યુઅલ હતી. આત્મહત્યાના દિવસે બિદિશાએ તેના પાર્ટનર સાથેનો ફોટો ફેસબુક પર શેર કર્યો હતો.

બિદિશાના મોતના સમાચાર પછી છોકરી માનસિક રીતે તૂટી ગઈ છે.બિદિશાએ તેની દુલ્હનના ફોટોશૂટ દરમિયાન મહિલાના કપાળ પર સિંદૂર લગાવ્યું હતું. તેણે દાવો કર્યો હતો કે ફક્ત તે જ તેની “પત્ની” સાથે આ કરી શકે છે. કેટલાક રીપોર્ટ્સ અનુસાર, બિદિશાની એક ફ્રેન્ડે જણાવ્યું હતું કે અભિનેત્રી તેની ફીમેલ ફ્રેન્ડ્સને વાઈફ કહીને બોલાવતી હતી. રિપોર્ટમાં આગળ જણાવવામાં આવ્યું કે જે યુવતીની સાથે એક્ટ્રેસે ફોટો શેર કર્યો હતો તે આઘાતમાં સરી પડી છે. મહિલાએ પોતાની ઓળખ રિવીલ કરવાની ના પાડી હતી. બિદિશાની સાથે રિલેશનશિપ અંગે મહિલાએ પોતાના મિત્રોને જણાવ્યું હતું.

ગઇકાલના રોજ વધુ એક બંગાળી મોડલ અને અભિનેત્રી મંજુષા નિયોગીના પણ મોતના સમાચાર આવ્યા હતા. મંજુષા બિદિશાની નજીકની મિત્ર હતી અને તેના મોત બાદ ડિપ્રેશનમાં આવી ગઈ હતી.મંજુષાની માતાએ ઈન્ડિયા ટુડેને જણાવ્યું કે, મારી પુત્રી સતત કહેતી હતી કે તે બિદિશા સાથે રહેવા માંગે છે. તે હંમેશા બિદિશા વિશે વાત કરતી હતી. આ માટે મેં તેને ઠપકો આપ્યો. છેલ્લા બે સપ્તાહમાં બંગાળી ટેલિવિઝન અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની 3 અભિનેત્રીઓએ  આત્મહત્યા કરી લીધી છે. હવે પોલીસ તપાસમાં જ ખબર પડશે કે કોની કોની સાથે શું કનેક્શન હતું.

Shah Jina