દારૂની દુકાનની હરાજી માટે દેરાણી જેઠાણીએ લગાવી અરબો રૂપિયાની બોલી, સમગ્ર મામલો જાણીને ચક્કર આવી જશે

ગુજરાતમાં તો દારૂબંધી છે. પરંતુ દેશના કેટલાક રાજ્યોમાં દારૂના ધંધા ચાલે છે. ત્યારે રાજસ્થાનમાં દારૂનો ઠેકો લેવા માટે બોલી પણ લગાવવામાં આવે છે. હાલ એક એવી જ બોલી ખુબ જ ચર્ચાનો વિષય બની છે. જેમાં દારૂના ઠેકા માટે 72 લાખથી શરૂ કરવામાં આવેલી બોલી કરોડોથી લઇ અરબો રૂપિયા સુધી પહોંચી હતી.

Image Source

હનુમાનગઢ પ્રદેશમાં દારૂના ઠેકા માટે ઓનલાઇન નીલામી પ્રક્રિયા દરમિયાન એક અનોખી બોલી લાગી. જે હાલમાં સમગ્ર પરદેશમાં ચર્ચાનો વિષય બની છે. જ્યાં એક શરાબની દુકાન માટે અરબો રૂપિયામાં બોલી લાગી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર હનુમાનગઢ જિલ્લાના નોહર તાલુકાના ખૂઇયા ગામમાં એક દારૂની દુકાનની બોલી 5 અરબ 10 કરોડ 10 લાખ 15 હજાર 400 રૂપિયા સુધી લાગી. જ્યારે હરાજી માટેની બેઝ પ્રાઈઝ 72 લાખ રૂપિયા રાખવામાં આવી હતી.

Image Source

ગયા વર્ષે આ દુકાન 65 લાખ રૂપિયામાં વેચાઈ હતી. પરંતુ આ વખતે 510 કરોડ રૂપિયા બોલી લાગવાના કારણે બધા જ હેરાન રહી ગયા હતા અને દારૂની દુકાનની આ સૌથી મોંઘી બોલી છે.

આ શરાબની એક નાની દુકાનની હરાજીમાં બે મહિલાઓ વચ્ચે નામને લઈ લડાઈ એટલી હદ સુધી પહોંચી ગઈ કે 5મી માર્ચ એટલે કે શુક્રવારે બપોરે 11 વાગે શરૂ થયેલી આ બોલી રાત્રે 2 વાગ્યા સુધી ચાલી હતી.

Image Source

આબકારી નિરીક્ષક વિદ્યા કુમારીએ જણાવ્યું કે બોલીદાતા કિરણ કંવરને ડિમાન્ડ નોટિસ મોકલી દેવામાં આવી છે અને ત્રણ દિવસમાં રૂપિયા જમા કરાવવા માટે પણ લખવામાં આવ્યું છે. જો 2 ટકા રાશિ એટલે કે લગભગ 10 કરોડ રૂપિયા સોમવાર સુધી જમા નહીં કરવામાં આવે તો તેમની અનામત રાશિને જપ્ત કરી અને બોલીદાતાને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે.

નિરીક્ષકના જણાવ્યા અનુસાર પ્રિયંકા કંવરે પણ બોલી લગાવી હતી અને તે બીજા સ્થાન ઉપર રહી હતી. તો એવું પણ જણાવવામાં આવી હર્યું છે કે આ બે પરિવાર વચ્ચે ચાલી રહેલા પ્રતિદ્વંધના કારણે આટલી ઊંચી બોલી લગાવવામાં આવી છે.

જો ઠેકેદાર આટલી મોટી રકમ ભરી દે છે તો આ પ્રદેશની સૌથી મોંઘી દુકાન બની જશે. જો કે આ હાલ ખુબ જ ચર્ચામાં છે. કિરણ અને પ્રિયંકા વચ્ચે દેરાણી જેઠાણીનો સંબંધ છે એવું પણ મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું છે.

Niraj Patel