દુ:ખોનો પહાડ તૂટવો એ કોને કહેવાય ? જ્યારે તમે કોઈને અનહદ પ્રેમ કરો છો અને તે તમારાથી હંમેશ માટે દૂર થઈ જાય છે ત્યારે…સોશિયલ મીડિયા સેન્સેશન બિબેક પંગેની હવે આ દુનિયામાં નથી રહ્યો. કેન્સર સાથે લાંબી લડાઈ બાદ 19 ડિસેમ્બરે અમેરિકામાં તેનું અવસાન થયું. બિબેકના નિધનથી તેના લાખો ચાહકો આઘાતમાં છે પરંતુ તેની પત્નીની હાલત સૌથી ખરાબ છે.
જ્યારે નેપાળના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બિબેક પંગેની હોસ્પિટલમાં હતા ત્યારે પત્ની શ્રીજના સુબેદીએ પડછાયાની જેમ તેનો સાથ આપ્યો હતો.જ્યારે બિબેક કેન્સર સામે લડી રહ્યા હતા, ત્યારે શ્રીજના બધું છોડીને સેવામાં લાગી ગઈ. તેને ખાતરી હતી કે આ રોગ ખતરનાક હોવા છતાં તે અને વિવેક મળીને તેને હરાવી દેશે. પણ નિયતિને કંઈક બીજું જ મંજુર હતું. બિબેકના નિધન પછી શ્રીજનાની હાલત રડી રડીને ખરાબ છે.
શ્રીજનાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં બિબેકની અંતિમ વિધિ જોવા મળી રહી છે. આ વીડિયોમાં શ્રીજના ઘણી તૂટેલી જોવા મળે છે. આ ઉપરાંત તેણે ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ વીડિયો શેર કર્યો અને લખ્યું કે, “જ્યારે મને યાદ આવતું કે મગજનું કેન્સર છે, ત્યારે હું વારંવાર રડતી હતી, અને એક યોદ્ધાની જેમ લડતી રહી, પણ હું હારી ગઈ, કેન્સર જીતી ગયુ. શ્રીજના સુબેદીના આ વીડિયો પર ચાહકો પણ ઈમોશનલ થઈ રહ્યા છે.
View this post on Instagram