રાજકોટમાં ભુવો દંપતીને 1.30 લાખનો ચૂનો લગાવી ગયો, ભુવો બોલ્યો.. “હું સાજુ કરી દઈશ !” ગર્ભમાં રહેલા બાળકને ડોક્ટરોએ ખોળખાંપણ વાળું કહ્યું હતું

ભુવાએ સિગારેટનો સુટ્ટો માર્યો, ધૂણ્યો, પછી મહિલાને બાળક સારું જન્મશે કહી 1.30 લાખ પડાવ્યા, ખોડખાંપણવાળું બાળક આવ્યું પછી જે થયું તે બહુ ખતરનાક છે

rajkot shocking incidence : દેશ અને દુનિયા આજે હરણફાળ ગતિએ આગળ વધી રહી છે. તમામ ક્ષેત્રોમાં પ્રગતિ થતી જોવા મળી રહી છે. વિજ્ઞાન (SCIENCE) પણ ઘણું આગળ નીકળી ગયું છે, પરંતુ આજના સમયમાં પણ કેટલાક લોકોના મનમાં ઘુસેલી અંધશ્રદ્ધા (Superstition) હજુ એવીને એવી જ છે. આજે પણ લોકો અંધશ્રદ્ધાનો ભોગ બનતા હોય છે. છેલ્લા થોડા સમયમાં જ અંધશ્રદ્ધાનો ભોગ બનેલા લોકોની ઘણી ઘટનાઓ પણ સામે આવી ગઈ છે.

ત્યારે હાલ એવી જ એક અંધશ્રદ્ધામાં લૂંટાવવાનો મામલો રાજકોટમાંથી સામે આવ્યો છે. જ્યાં એક ભુવાએ એક દંપતીને 1.30 લાખનો ચૂનો લગાવી દીધો. આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના ન્યારા ગામમાં એક મહિલા ગર્ભવતી હતી. જેના બાદ તેમને ત્રણ ત્રણ ડોકટરોને બતાવ્યું અને ત્રણેય ડોક્ટરોએ રિપોર્ટમાં જણાવ્યું કે ગર્ભમાં રહેલું બાળક દિવ્યાંગ છે અને તે જીવી શકે એમ ના હોવાના કારણે ગર્ભપાત કરાવવો પડશે.

પરંતુ દંપતી ડોક્ટરની વાત માણવાના બદલે ભુવા પાસે ગયા. લગ્નના 9 વર્ષ બાદ સંતાન રહ્યું હોવાના કારણે પરિવાર ગર્ભપાત કરાવવા ઈચ્છતો નહોતો. જેના બાદ ભુવાએ તેમને મંદિર બનાવવું છે અને તમારું બાળક સ્વસ્થ પેદા થશે એમ કહીને મહિલાએ પોતાના ઘરેણાં વેચીને રૂપિયા આપ્યા હતા. થોડા સમય બાદ મહિલાની પ્રસુતિનો સમય નજીક આવતા પ્રયોશા હોસ્પિટલમાં મહિલાને દાખલ કરવામાં આવી.

જ્યાં મહિલાએ ખોળ ખાંપણ વાળા બાળકને જન્મ આપ્યો. જેને લઈને તે ભુવા પાસે ગયા અને ભુવાએ એક વર્ષમાં બાળક સાજું થઇ જશે એમ કહીને વધુ રૂપિયા પડાવ્યા, ધીમે ધીમે કરીને ભુવાએ 1 લાખ 30 હજાર રૂપિયા પણ પડાવી લીધા. બાળક એક વર્ષનું થયું હોવા છતાં તે ખોળ ખાંપણ વાળું રહેતા ફરી ભુવા પાસે ગયા અને ભુવાએ “તારા એક લાખ રૂપિયા મળી જશે, ખોટી વાયડાઈ ના કર” એવી ધમકી પણ આપી હતી.

જેના બાદ દંપતી વિજ્ઞાન જાથાની ઓફિસમાં ગયા અને ભુવા વિશેની માહિતી આપી હતી. જેના બાદ વિજ્ઞાન જાથાના ડો. જયંત પંડ્યાની સલાહ બાદ દંપતીએ ફરિયાદ પણ નોંધાવી છે. જેના બાદ પોલીસે દંપતીની ફરિયાદ આધારે ભુવા વિરુદ્ધ ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વિજ્ઞાન જાથાનો દાવો છે કે બાળક જીવી શકે તેવી અવસ્થામાં ન હોવાથી તેમણે લાઈવ પર્દાફાશ કરવાની જગ્યાએ એસપીનો સંપર્ક કર્યો હતો અને પરીવારને સાથે રાખી ભૂવા વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો છે.

Niraj Patel