આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ભુવનેશ્વર કુમારના પિતાનું ગુરુવારના રોજ નિધન થઇ ગયુ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે, તેઓએ ગંગાનગર સી પોકેટ આવાસ પર છેલ્લા શ્વાસ લીધા. ત્યાં તેમની મોતથી શોકની લહેર છવાઇ ગઇ છે. પરિવારમાં કોહરામ મચી ગયો છે.
ભુવનેશ્વર કુમાર ઘરે જ પિતાની સેવા કરી રહ્યા હતા. ચર્ચા છે કે, તેમની પત્ની ગર્ભવતી છે. ભુવી જલ્દી જ પિતા બનવાના છે. લાંબા સમયથી બીમાર કિરનપાલ સિંહે મેરઠના આવાસ પર છેલ્લા શ્વાસ લીધા હતા.
તેઓ ગંભીર બીમારીથી ઝઝૂમી રહ્યા હતા. છેલ્લા કેટલાક મહિનાથી લીવરની ગંભીર બીમારીથી ઝઝૂમી રહેલા કિરનપાલની સારવાર દિલ્લીના એમ્સ અને નોએડાની એક હોસ્પિટલમાં ચાલી રહી હતી.
ઇંગ્લેન્ડના ડોક્ટરોના નિર્દેશનમાં સારવાર જારી હતી. ગંભીર હાલતમાં કિરનપાલે આઇસીસી પ્લેયર ઓફ ધ મંથ માટે ભુવીને વોટ આપવાની અપીલ કરી હતી અને તેઓ તે બન્યા પણ હતા જેથી તેમના પિતા ઘણા ખુશ હતા.
R.I.P Uncle 💔 ! Stay Strong Bhuvi ❤️ Pls Man ! 😣 #bhuvneshwarkumar
You made him Proud and you always Will ! ❤️ pic.twitter.com/DtiIQ9YS60— Akshat OM (@AkshatOM3) May 20, 2021