ભારતીય ટીમના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર તેના શાંત સ્વભાવને લઈને જાણીતો છે. હાલમાં તે પોતાની ચોટના કારણે ટીમની બહાર છે. અને પોતાના ઘરે રહીને જ આરામ ફરમાવી રહ્યો છે. ત્યારે તેના લગ્ન જીવન સાથે જોડાયેલી કેટલીક બાબતો પણ સામે આવી રહી છે.
View this post on Instagram
ભુવનેશ્વર કુમારે એ વાતનો ખુલાસો કર્યો છે કે એક સમયે તેની પત્નીએ તેનું સોશિયલ મીડિયા હૈક કરી લીધું હતું. ભુવનેશ્વરે એક ઇન્ટરવ્યૂની અંદર આ વાતનો ખુલાસો કર્યો હતો કે તેની પત્ની નૂપુરે તેનું સોશિયલ મીડિયા હૈક કર્યું હતું અને ત્યારબાદ તેને ક્યારેય પોતાનું સોશિયલ મીડિયા વાપર્યું નથી. ક્રિકબઝને આપેલા આ ખાસ ઇન્ટરવ્યૂની અંદર ભુવીએ પોતાના જીવન સાથે જોડાયેલા ઘણા જ કિસ્સાઓ શેર કર્યા હતા.
View this post on Instagram
ભુવીએ જણાવ્યું હતું કે, “તેને (નૂપુરે) એકવાર તેને ફેસબુક પાસવર્ડ વિશે પૂછ્યું હતું, પરંતુ મેં બહાનું કાઢી દીધું હતું. એવામાં તેને મને બીજા દિવસે જણાવ્યું કે આ તેનો નવો પાસવર્ડ છે. તેને સાચે જ મારુ એકાઉન્ટ હૈક કરી લીધું હતું અને ત્યારબાદ મેં ફેસબુક વાપર્યું જ નથી.”
View this post on Instagram
તો આ બાબતે ભુવનેશ્વરની બાળપણની મિત્ર અને હાલની જીવનસાથી નૂપુરનું કહેવું છે કે જયારે કોઈ મહીલા ચાહક ભુવિ સાથે ચીપકે છે ત્યારે તેને જલન થાય છે.”
View this post on Instagram
નૂપુર નાગર વ્યવસાયે એક ઈજનેર છે. તેનું કહેવું છે કે, “જયારે તે મહિલા ચાહક સાથે તસ્વીર ક્લિક કરાવે છે ત્યારે હું કહું છું કે તેનાથી અંતર બનાવીને રાખો. તમે એને ના કહી શકો કે નજીક ના ઊભી રહીશ અને ત્યારે તે કહે છે કે હું શું કરી શકું ? જયારે કોઈ મારી પાસે ઉભું રહે છે તો.” આ ઉપરાંત નૂપુરે એ વાતનો પણ ખુલાસો કર્યો હતો કે જયારે તે હોસ્ટેલમાં હતી ત્યારે પણ તેની બહેનપણીઓ ભુવીની પ્રસંશા કરતી હતી પરંતુ ત્યારે કોઈને ખબર નહોતી કે તે બંને વચ્ચે કોઈ સીન ચાલી રહ્યો છે.”
View this post on Instagram