હાર્ટ એટેકનો કહેર : મોરબીમાં ધુણતા-ધુણતા ભુવાને આવ્યો હાર્ટ એટેક- જુઓ વીડિયો

ધૂણતા ધૂણતા ભુવાને આવ્યો હાર્ટ એટેક:ડાક-ડમરુ વાગતા હતા, બધાને લાગ્યું કે ભુવા ધ્યાનમાં બેઠા છે, પાણી પીવડાવવા ગયા તો ખબર પડી કે પ્રાણ પંખેરુ ઊડી ગયું છે

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના ઘણા બનાવો સામે આવી રહ્યા છે, જે ચિંતાજનક બાબત છે. ત્યારે કોરોનાકાળ બાદ તો યુવાઓની સાથે સાથે કિશોરોના પણ હૃદયરોગના હુમલાથી મોત થયાના અનેક કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે હાલમાં ટંકારાના રામપર ગામે માતાજીના માંડવામાં ભુવાને ધૂણતા ધૂણતા હાર્ટ એટેક આવતા મોત થયુ હોવાનું સામે આવ્યુ છે.

ધુણતા-ધુણતા ભુવાને આવ્યો હાર્ટ એટેક

ત્યાં હાજર સૌને એવું હતું કે ભુવાજી ધ્યાનમાં બેઠા છે. જો કે, તેમને પાણી પીવડાવવા ગયા ત્યારે ખબર પડી કે ભુવાજીનું મોત નિપજ્યું છે. ટંકારાના નાના રામપર ગામના રહેવાસી 55 વર્ષિય મોહનભાઈ બોસીયા ગત રાત્રે નાના રામપર ગામે રામનગરમાં ચામુંડા માતાજીના મંદિરે માંડવાના પ્રસંગમાં ગયા હતા અને તેમને ધૂણતા ધૂણતા હાર્ટ એટેક આવ્યો.

થોડા સમય સુધી તો લોકોને કંઈ ખ્યાલ જ ન આવ્યો

જો કે તેઓ બેશુદ્ધ જેવી હાલતમાં હોવાથી થોડા સમય સુધી તો લોકોને કંઈ ખ્યાલ જ ન આવ્યો. પરંતુ થોડીવાર બાદ તેમને પાણી પીવડાવવા જતા ખબર પડી કે તેમનું તો મોત નિપજ્યુ છે. ઘટનાની જાણ થતા જ ટંકારા પોલીસ પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

ત્યારે ભુવાજીનું કરુણ મોત નિપજતા પથંકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina