આ છે ગુજરાતની માથાભારે ડોન, જેણે નાના એવા ગામમાંથી આવી અને આખા ગુજરાતને માથે લીધું, જાણો ભૂરી ડોનમાં જીવન વિશે

મગજ હટે તો બધા ના બાપ છીએ, કોણ છે આ સુરતની લેડી ડોન જેનાથી મોટા મોટા ગુંડા ફફડે છે- જુઓ PHOTOS

આમ તો આપણે ગુજરાતીઓ ધંધામાં પાવરફુલ હોય છે. એ પછી ગુજરાતની કોઈ મહિલા પણ કેમ ના હોય, જો તે જીદ ઉપર ચઢે તો જે કોઈના કરી શકે તે પણ કરીને બતાવે છે. પરંતુ આજે અમે તમને એક એવી વ્યક્તિની વાત કરવાના છીએ જેને ધંધા અને નોકરી દ્વારા પોતાનો ડંકો નથી વગાડ્યો પરંતુ પોતાની દાદાગીરીના નામ ઉપર ગુજરાતને ધ્રુજતુ કરી નાખ્યું છે.

અમે વાત કરીએ છીએ ગુજરાતની લેડી ડોન તરીકે ઓળખાતી માત્ર 23 વર્ષની યુવતી ભૂરી ડોનની.  તેનું સાચું નામ નામ અસ્મિતા ગોહિલ છે. અસ્મિતા ગોહિલ ઉર્ફે ભૂરી ખુબ જ સુંદર છે. તેના ઠાઠ અને શોખ એવા છે કે જેને જોઈને કોઈપણ દંગ રહી જાય. આ લેડી ડોનની સામે મોટા ગુંડાઓ પણ માથું ઝુકાવી દે છે. આ સુંદર લેડી ડોનની સુંદરતા જેટલી આકર્ષે છે, તેટલા જ લોકો તેના નામથી ડરે છે.

આ લેડી ડોન ગુજરાતના સુરતમાં રહે છે. ફક્ત 23 વર્ષની આ છોકરી આમ તો મોડલ જેવી દેખાય છે પરંતુ એટલી જ ખુંખાર પણ છે. સાથે જ તે ખુબ જ સ્ટાઈલિશ પણ છે. મોંઘી ગાડીઓમાં ફરે છે, હથિયારોનો શોખ રાખે છે. તલવાર લહેરાવતા પણ જોવા મળે છે. અલગ અદાઓ વાળી આ છોકરી ભયનું બીજું નામ બની ગઈ છે. સુરતમાં આ યુવતીનો આતંક છે.

અસ્મિતા ઉર્ફે ભૂરી નામની આ લેડી ડોન ઘણા સમયથી ચર્ચામાં છે. તેને અનેક લોકો પર હુમલો કર્યો છે. ગુજરાતના ઉનાના ગાંગડા ગામની રહેવાસી અસ્મિતા પર હત્યાના આરોપ પણ લાગી ચુક્યા છે. તે જેલમાં પણ ગઈ છે. તેના વિરુદ્ધ લોકોને ધમકાવવાના, ડરાવવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ઘણીવાર તેના ઘણા વિડીયો વાયરલ પણ થતા હોય છે.

પોલીસ ભૂરી ડોન ઉપર દંગા ભડકાવવાનો કેસ પણ દાખલ કરી ચુકી છે. અસ્મિતા વિરુદ્ધ એક દર્જનથી પણ વધારે કેસ દાખલ છે. પોલીસે તેની ઘણીવાર ધરપકડ પણ કરી ચુકી છે. તેના ઘરવાળાએ પણ તેનાથી દુરી બનાવી લીધી છે.

અસ્મિતા ગોહિલને બે કારણે ભૂરી કહેવામાં આવે છે, એક તો તેની સુંદરતાને લઈને અને બીજું કારણ કે તે ભૂરા નામના વ્યક્તિની પ્રેમિકા છે. ભૂરો પણ એક કુખ્યાત ગુંડો છે. અસ્મિતાને હથિયારોનો શોખ છે. તલવાર ચાકુથી લઈને મોટા ભાગે તે હથિયારો સાથેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી હોય છે.

અસ્મિતા સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર તેના ઘણા એકાઉંટન પણ છે. જેમાં કેટલાય હજાર ફોલોઅર્સ પણ છે. ભલે મારઝૂડ હોય કે તે ધમકી આપે, લોકો તેની ફરિયાદ કરતા પણ ડરે છે. કોઈ તેના વિરુદ્ધ બોલવા માટે પણ તૈયાર નથી થતું.

ભૂરી ડોન લોકોના રૂપિયા પણ છીનવી લે છે. પહેલા એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં તે તલવાર લઈને એક વ્યક્તિના રૂપિયા લૂંટતી પણ જોવા મળી રહી હતી. પહેલા દુકાનદાર વિરોધ કરતો હતો, પછી પોતાની જાતે જ રૂપિયા કાઢી અને ભૂરી ડોનના હાથમાં આપી દીધા હતા.

ભૂરી ડોન પોતાની ગેંગ પણ ચલાવે છે. તે કહે છે કે બદનામ થયા તો શું થયું, કમ સે કમ નામ તો છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ થતી અસ્મિતાની તસ્વીરોને પણ ખુબ જ લાઈક મળે છે. પહેલા લોકો તેને એક મોડલ જ સમજી લે પરંતુ યારે હકીકતની જાણ થાય ત્યારે લોકોના પણ હોશ ઉડી જાય છે.

Niraj Patel