ખબર

શું ગુજરાતમાં દિવાળી બાદ શાળા-કોલેજો ખુલી જશે ? શિક્ષણ મંત્રીએ કરી મોટી જાહેરાત

છેલ્લા ઘણા મહિનાઓથી કોરોનાના કારણે દેશભરમાં શાળા-કોલેજો બંધ છે, ત્યારે શાળા-કોલેજો ખોલવાને લઈને વખતો વખત ચર્ચાઓ ચાલતી આવી છે. આ દરમિયાન જ ગુજરાતના શિક્ષણ મંત્રીએ મોટી જાહેરાત કરી છે.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં દિવાળી બાદ સ્કૂલ અને કૉલેજો શરૂ કરવી કે નહીં તે અંગે ચર્ચા કરવા માટે આજે ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. આ મહત્વપૂર્ણ બેઠકની અંદર શિક્ષણ વિભાગના અધિકારીઓની સાથે સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ પણ સામેલ રહ્યા હતા.

Image Source

આ બેઠકમાં લાંબી ચર્ચા વિચારણા બાદ દિવાળી બાદ સ્કૂલો અને કોલેજો શરૂ કરવી કે નહિ તે અંગે ગાઇડલાઇન તૈયાર કરવામાં આવી છે. જાણકારી પ્રમાણે રાજ્ય સરકાર દિવાળી પછી ધોરણ-9થી ધોરણ-12 સુધીના ક્લાસ શરૂ કરવાની યોજના બનાવી શકે છે. જ્યારે ધોરણ-1થી ધોરણ-8 સુધીના વિદ્યાર્થીઓ માટે હાલ ઓનલાઇન અભ્યાસની સુવિધા ચાલુ રાખવામાં આવી શકે છે.

Image Source

આ બાબતે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે: “સ્કૂલો માટે એસઓપી તૈયાર કરવા સૂચના આપી છે. આગામી બેથી ત્રણ દિવસમાં એસઓપી બહાર પાડશે. એસઓપી તૈયાર કર્યા પછી મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી, શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગ સાથે બેસીને નિર્ણય લેશે.”

Image Source

સ્કૂલો અને કોલેજો ખોલવા માટે વાલીઓના પણ અભિપ્રાય લેવામાં આવશે. ત્યારબાદ જ અંતિમ નિર્ણય પણ લેવામાં આવશે. શાળા-કોલેજો ક્યારે શરૂ થશે અને કયા નિયમો પાળવા પડશે, તે અંગે ગાઇડ લાઇન આગામી બે-ત્રણ દિવસમાં સરકાર જાહેર કરી શકે છે.