રસોઈ

ભાવનગરના ફેમસ ભૂંગળા બટેકા બનાવો હવે તમારા ઘરે, ઘરના નાના મોટા સૌ સભ્યોને હોંશે હોંશે ખાશે.

ભૂંગળા બટાકા એક એવી વસ્તુ છે જે સૌ કોઈને ભાવે. પિકનિક પર ગયા હોય કે પછી ઘરે હોય કે પછી ક્યાંક બહાર જવું હોય ને રસોઈ બનાવવાનો સમય ન મળે. તો તમે એડવાન્સમાં પણ બનાવીને રાખી શકો છો. તો ચાલો આજે આપણે બનાવીશું ભાવનગરનાં પ્રખયાત ભૂંગળા બટાકા. એ પણ વિડીયો સાથેની રેસેપી જોઈને. તો નોંધી લેજો ને તમે પણ તીખા ને ચટપટા ટેસ્ટના ભૂંગલા બટાકા બનાવો ને ટેસ્ટ કરાવો ઘરના નાના મોટા સૌ સભ્યોને…બધા હોંશે હોંશે ખાશે.

સામગ્રી

  • બાફેલા બટાકા 2 નંગ
  • બેસન 1 ચમચી
  • લસણ ની પેસ્ટ 1/2 ચમચી
  • કાશ્મીરી લાલ મરચું 2 ચમચી
  • મીઠુ સ્વાદનુસાર
  • ચાટ મસાલો 1/2 ચમચી
  • પાણી 3 ચમચી
  • તેલ 1 ચમચી
  • ધાણા 1 ચમચી


રીત
સૌપ્રથમ બટકા ને નાના નાના પીસ માં કાપી લો પછી એક વાડકી માં બેસન લસણ ની પેસ્ટ મરચું મીઠુ ચાટ મસાલો પાણી એડ કરી પેસ્ટ બનાવી લો.
પછી એક પેન માં તેલ મૂકી ગરમ થાય એટલે બટાકા એડ કરો અને પછી પેસ્ટ એડ કરો.
1મિનિટ સુધી થવા દો ..ગેસ ધીમો જ રાખવો ને બધુ મિક્સ કરવા ચમચાથી હલાવતું જવું.
પછી એમાં ધાણા એડ કરો અને મિક્સ કરી લો અને પછી 2 કલાક રેવા દો .

પછી ભૂંગળા તેલમાં તળી લો. ફોટામાં બતાવ્યા છે એવા જ ભૂંગળા લેશો તો વધારે ટેસ્ટી લાગશે ને ખાવામાં પણ મજા આવશે.
પછી જ સર્વ કરો અને એની સાથે ભૂંગળા સર્વ કરવા માં આવે છે જરૂર થી બનાવજો આ રેસીપી અને જણાવજો કેવી લાગી

રેસીપીનો વિડીયો જોવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો :

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author : GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે… દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ