ફિલ્મી દુનિયા

ભૂમિકા ચાવલાએ સુશાંત સિંહ રાજપૂતના ચાહકોને કરી અપીલ, કહી આ વાત, વાંચો સમગ્ર રિપોર્ટ

બોલીવુડના પ્રતિભાશાળી અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે કરેલી આત્મહત્યાને 10 દિવસ પુરા થવા આવ્યા છે, તે છતાં બોલીવુડના એકપહસિ એક અભિનેતાઓ પાસેથી તેની યાદો છલકાતી જોવા મળી રહી છે, ઘણા બધા કલાકારોએ સુશાંત સાથે યાદોને શેર કરી છે. સુશાંત સાથેની યાદો તેરે નામ ફિલ્મમાં સલમાન ખાનની અભિનેત્રી રહી ચુકેલી ભૂમિકા ચાવલાએ પણ શેર કરી છે.

Image Source

ભૂમિકા ચાવલાએ સુશાંત સાથે ફિલ્મ એમ.એસ. ધોનીમાં પણ કામ કર્યું છે. આ ફિલ્મમાં તેને સુશાંતની બહેનનો અભિનય કર્યો હતો. સુશાંત સાથે તેની પણ ઘણી યાદો જોડાયેલી છે આ યાદોમાંથી એક યાદ તેને સોશિયલ મીડિયામાં શેર કરી હતી અને કહયું હતું: “પ્રિય સુશાંત, તમે જ્યાં પણ કઈ છો, ભગવાનના હાથમાં છો. તમારા ગાયને એક અઠવાડિયાથી પણ વધારે સમય થઇ ગયો છે. તમે તમારી સાથે શું લઇ ગયા? રહસ્ય તમારી સાથે જ ચાલ્યું ગયું, જે તમારા દિલ અને દિમાગમાં દફન હતું. હું એ બધા જ લોકોને જણાવવા માંગુ છું, જે તેનાથી પ્રભાવિત થાય છે અને પ્રાર્થના કરે છે. એ વસ્તુઓમાં પોતાનો સમય સમર્પિત કરે છે. જેમ કે તમારી દેખરેખ રાખવી, તમારી આસપાસ રહેલા લોકોની દેખભાળ કરવી. આ વાતોની અટકળો છે કે આવું શા કારણે થયું ?”

Image Source

ભુઈકાએ આગળ લખ્યું છે કે: “અહીંયા બદનામી હોય છે, અહીંયા ક્રોધ છે. અહીંયા કોને દોષી ગણાવી શકાય, અહીંયા ઉદ્યોગે આમ કર્યું, સંબંધોએ આમ કર્યું અને ઘણી વસ્તુઓ. પ્ર્ય લોકો જે આત્મા ગઈ છે તેનું સન્માન કરતા શીખો, પ્રાર્થના કરો અને આગળ વધો, એ સમયને બીજાની દેખભાળ કરવામાં વિતાવો. એ બાળકોની દેખરેખ કરો જેને શિક્ષાની જરૂર છે. તેને એ શિક્ષણ આપો જે તમે આપી શકો છો. આપણી આસપાસના લોકો અને પોતાના માટે પ્રાર્થના કરો. સકારાત્મક રહો. કોઈ પાર આરોપ ના મુકો. એકબીજાનું સન્માન કરો.  આ ઉદ્યોગને એની જાતે રસ્તો કાઢવા દો. સાર્વજનિક વસ્તુઓના આધાર ઉપર નહીં. તેમના માટે પ્રાર્થના કરો.”

 

View this post on Instagram

 

A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) on

સુશાંતની આત્મહતા બાદ બૉલીવુડ ઉપર ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે, પોલીસ  પણ આત્મહત્યા પાછળનું કારણ શોધવામાં લાગી ગઈ છે. ઘણા લોકો સીબીઆઈ તપાસ કરાવવાની પણ માંગણી કરી રહ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.