સિદ્ધાર્થ-કિયારાના રિસેપ્શનમાં ભૂમિની કિસ કરતા પકડાઇ ગઇ, મિસ્ટ્રી મેન સાથે લિપ કિસ કરતી કેમેરામાં થઇ ગઇ કેદ- જુઓ વીડિયો

અક્ષય કુમારની હિરોઈન કિયારાની રિસેપ્શન પાર્ટીમાં ખુલ્લેઆમ કિસ કરતી ઝડપાઇ, જુઓ વીડિયો

‘શેરશાહ’ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના 7 ફેબ્રુઆરીના રોજ લગ્ન થયા હતા અને તેઓએ 12 ફેબ્રુઆરીએ બોલિવુડ સેલેબ્સ માટે રિસેપ્શન પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં બોલિવુડની મોટાભાગની હસ્તિ પહોંચી હતી. સાથે જ પાર્ટીની રોનકમાં ચાર ચાંદ પણ લગાવ્યા હતા. જ્યાં લોકોની નજર અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરના અફેર પર ટકી રહી હતી, ત્યાં બોલ્ડ અભિનેત્રીઓમાંની એક ભૂમિ પેડનેકરનો એક અલગ જ સીન જોવા મળ્યો.

બધાથી છૂપી રીતે તેણે એક મિસ્ટ્રી મેનને લિપલોક કર્યુ હતુ. પણ કેમેરામાં આ ઘટનાનો વીડિયો કેદ થઇ ગયો અને પછી વાયરલ થઇ ગયો. જણાવી દઇએ કે, કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની રિસેપ્શન પાર્ટીમાં ભૂમિ પેડનેકર એક અલગ જ દુનિયામાં ખોવાયેલી હતી. તેણે ઘણા બોલ્ડ લુકમાં પાર્ટીમાં એન્ટ્રી લીધી હતી અને રોનક વધારી હતી.

જો કે, પાર્ટી બાદ તે જ્યારે તેની કારમાં બેસી ત્યારે તેનો એક વીડિયો સામે આવ્યો, જેણે સોશિયલ મીડિયા પર સનસની ફેલાવી દીધી. થયુ એવું કે, પાર્ટી બાદ તે તેના ઘરે રવાના થઇ રહી હતી. કારમાં બેસવા માટે તે જેવી ગઇ કે તેને પેપરાજીએ ઘેરી લીધી. જો કે, ભૂમિ પેડનેકર સાથે એક વ્યક્તિ પણ હતો, જે કુર્તામાં હતો.

બોડીગાર્ડે પેપરાજીના કેમેરા પર હાથ લગાવવાની કોશિશ કરી કે જેનાથી કંઇ કેપ્ચર ન થઇ શકે, પણ આવું થયુ નહિ. જેવી જ ભૂમિ કારમાં બેઠી કે તે વ્યક્તિ સાથે તેણે લિપ લોક કર્યુ અને આ વીડિયો પેપરાજીના કેમેરામાં કેદ થઇ ગયો. તે બાદ વીડિયો સામે આવતા જ વાયરલ થઇ ગયો.

 

View this post on Instagram

 

A post shared by Mermaid (@beauty_worldwide_01)

જણાવી દઇએ કે, ભૂમિ પેડનકરનો જે વ્યક્તિ સાથેનો લિપ લોક વીડિયો વાયરલ થયો તે બીજું કોઇ નહિ પણ યશ કટારિયા છે. તે એક બિઝનેસમેન છે. આ બંનેની સાથે પહેલા પણ તસવીરો વાયરલ થઇ ચૂકી છે. યશને ભૂમિનો રૂમર્ડ બોયફ્રેન્ડ કહેવાય છે.

Shah Jina