બોલીવુડ અભિનેત્રી ભૂમિ પેડનેકરને પોતાના શાનદાર અભિનયની સાથે સાથે પોતાની સુંદરતા માટે પણ જાણવામાં આવે છે. ભૂમિએ પોતાની મહેનતના દમ પર બોલીવુડમાં એક ખાસ ઓળખ બનાવી લીધી છે. ભૂમિને મોટાભાગે સામાજિક ફિલ્મો માટે જાણવામાં આવે છે, દરેક ફિલ્મમાં તેની અદાકારી લાજવાબ હોય છે.પોતાના કામની સાથે સાથે ભૂમિ સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે અને પોતાની કાતિલાના તસવીરો શેર કરતી રહે છે. એવામાં એકવાર ફરીથી ભૂમિએ બિકી પહેરીને તસવીરો શેર કરી છે.
View this post on Instagram
તસવીરોમાં ભૂમિએ રેડ બ્રાલેટ પહેરી રાખી છે અને કલરફુલ શ્રગ પણ પહેરી રાખ્યું છે. આ આઉટફિટ સાથે ભૂમિએ પોતના વાળમાં હાઈ બન બનાવી રાખ્યું છે. નો-મેકઅપ લુકમાં ભૂમિ ખુબ જ સુંદર લાગી રહી છે અને તેની હોટ અદાઓ અને કાતિલાના ફિગર પર ચાહકો ઘાયલ થઇ રહ્યા છે.તસવીરો શેર કરીને ભૂમિએ કેપ્શનમા લખ્યું કે,”બર્થ ડે મંથ”.
View this post on Instagram
ભૂમિની આ તસવીરોને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. કોઈ તેના ફિગરની પ્રશંસા કરી રહ્યા છે તો કોઈ તેની સુંદરતાની. એક યુઝરે કમેન્ટમાં લખ્યું કે તમે ધરતીની સૌથી સુંદર પરી છો. જો કે ભૂમિનો આ લુક અભિનેત્રી હુમા કુરેશીને કઈ ખાસ પસંદ ન આવ્યો અને તેણે ભૂમિને કોપી કેટ કહી દીધું હતું. હુમાએ આવું એટલા માટે કહ્યું કેમ કે બે દિવસ પહેલા જ હુમાએ આ જ પોઝમાં બિકી પહેરીને તસવીરો શેર કરી હતી, એવામાં આ જ પોઝની કોપી ભૂમિએ પણ કરી હોવાથી હુમાએ તેને કોપી કેટ કહ્યું હતું.
View this post on Instagram
18 જુલાઈ-1989ના રોજ જન્મેલી ભૂમિ આવનારી 18 તારીખે 33 વર્ષની થવાની છે. એવામાં પોતાના આવનારા જન્મદિસવને લીધે ભૂમિમાં અત્યારથી જ ખુબ જ ઉત્સાહિત જોવા મળી રહી છે. ભૂમિએ દમ લગા કે હૈસા ફિલ્મ દ્વારા કારકિર્દીની શરૂઆત કરી હતી. ફિલ્મમાં તેણે એક જાડી મહિલાનો કિરદાર નિભાવ્યો હતો.ફિલ્મમાં તેના અભિનયની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી અને તેને બેસ્ટ ડેબ્યુ ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો હતો.
View this post on Instagram
ભૂમિ જલ્દી જ નવાઝુદીન સિદ્દીકી સાથે ફિલ્મ અફવાહમાં જોવા મળશે. નવાઝુદ્દીન સિદ્દકી પર વાત કરતા ભૂમિએ કહ્યું હતું કે,”જો તમે એક સારા અભિનેતા સાથે કામ કરો છો, ત્યારે તમારે વધુ મહેનત કરવાની રહે છે”. આ સિવાય ભૂમિ ફિલ્મ રક્ષાબંધનમાં જોવા મળશે, જેમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે. આ સિવાય ભૂમિ પાસે મિસ્ટર લેલે ફિલ્મ પણ છે.